VIDEO: જંત્રીના અસહ્ય ભાવ વધારાના વિરોધમાં રાજકોટ અને વડોદરામાં બિલ્ડર્સે યોજી મૌન રેલી
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા જંત્રીના નવા સૂચિત દરના કાર
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા જંત્રીના નવા સૂચિત દરના કારણે શહેરનો વિકાસ રૂંધાય કે વધારે ધીમો થાય તેવી શક્યતાઓને લઈ વડોદરા, રાજકોટ સહિત વિવિધ શહેરોના બિલ્ડર્સ અને ડેવલોપર્સ એસોશિએન દ્વારા રેલી કાઢવામાં આવી હતી.
વડોદરા બિલ્ડર અને ડેવલોપર્સે આવેદન પત્ર આપ્યું
મળતા અહેવાલ પ્રમાણે વડોદરા બિલ્ડર અને ડેવલોપર્સે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી. જેમાં મોટી સંખ્યામાં બિલ્ડરો અને ડેવલોપર્સ સહિત અસરગ્રત ખેડૂતો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: પાટણ: ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ, રેક્ટરે બાસ્કેટબોલના 3 ખેલાડીઓને પકડ્યા
સરકારના આ નિર્ણય સામે બિલ્ડરોનું કહેવું છે કે, સરકાર દ્વારા જંત્રીના જે સૂચિત દર નક્કી કરવામાં આવ્યા છે, તે દર વાસ્તવિકતાથી વિપરીત છે. જંત્રી નક્કી કરતા સમયે જમીનના હાલના બજાર ભાવ, રિયાલીસ્ટીક માર્કેટ તેમજ સાયન્ટીફિક ગણતરી કરવામાં આવી હોય તેમ લાગતું નથી. જેના કારણે જો, હાલની સૂચિત જંત્રી લાગુ કરવામાં આવે તો મકાન, દુકાન અને ફ્લેટના ભાવમાં 50થી 100 ટકાનો વધારો આવશે તે નક્કી છે.
રાજકોટમાં મૌન રેલી કાઢવામાં આવી
જંત્રીના ભાવમાં 200 થી 2 હજાર ટકા સુધીનો વધારો કરાતા રાજકોટમાં બિલ્ડરો દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી. મૌન કી બાતના નામથી આ રેલી કાઢવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકોએ આ રેલીમાં હાજરી આપી, સાથે જ આ મુદ્દે જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.
જંત્રીને લઈને અત્યાર સુધીમાં માત્ર 150 ઓનલાઈન અરજી કરવામાં આવી
જંત્રીને લઈને અત્યાર સુધીમાં માત્ર 150 ઓનલાઈન અરજી કરવામાં આવી છે. આ સંદર્ભમાં કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટિ બનાવવામાં આવી છે, જે જંત્રી દરને લઈને વાંધા અરજી સરકાર સુધી પહોંચાડશે.








