VIDEO: 'POK સહિતનું સમગ્ર જમ્મુ કાશ્મીર ભારતમાં ભળી જાય', બ્રિટિશ સાંસદે આપ્યું મોટું નિવેદન
બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને જમ્મુ અને કાશ્મીર પર ભારતના વલણ મુદ્દે લાંબ

બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને જમ્મુ અને કાશ્મીર પર ભારતના વલણ મુદ્દે લાંબા સમયથી સમર્થન આપ્યું છે. બ્લેકમેને પાકિસ્તાનના પીઓકે પર ગેરકાયદેસર કબજાનો વિરોધ કરતા કહ્યું કે, પીઓકે સહિતના સમગ્ર જમ્મુ અને કાશ્મીરને ભારત સાથે ફરીથી જોડી દેવું જોઈએ. તેમણે કહ્યું કે કલમ 370 રદ કરવાની તેમની માંગ ત્રણ દાયકાથી વધુ જૂની હતી. જયપુરના કોન્સ્ટિટ્યુશનલ ક્લબ ખાતે એક હાઇ-ટી કાર્યક્રમમાં બોલતા બ્લેકમેને કહ્યું કે, તેમનું વલણ 1990ના દાયકાની શરૂઆતમાં ખાસ કરીને કાશ્મીર ખીણમાંથી કાશ્મીરી પંડિતોના હિજરત પછી રચાયું હતું.
"મેં 1992માં કલમ 370 નાબૂદ કરવાની વાત કરી હતી"
"મેં ત્યારે ફક્ત કલમ 370 નાબૂદ કરવાની વાત જ ન નહોતી કરી, જ્યારે પીએમ મોદીએ તેમના મેનિફેસ્ટોમાં સામેલ કરી અને તેનો અમલ કર્યો. મેં તો 1992માં તેના વિશે વાત કરી હતી, જ્યારે કાશ્મીરી પંડિતોને જમ્મુ અને કાશ્મીરમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તે સમયે તેમની સક્રિયતાને યાદ કરતા બ્રિટિશ સાંસદે કહ્યું કે બ્રિટનમાં વિસ્થાપિત સમુદાય દ્વારા થતા અન્યાય તરફ ધ્યાન દોરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બ્લેકમેને કહ્યું, "અમે તે સમયે એક મોટી સભા યોજી હતી જેથી લોકોને કહી શકાય કે આ ખોટું છે,આ અન્યાય છે, લોકોને ફક્ત તેમના ધર્મના કારણે તેમના પૂર્વજોના ઘરોમાંથી હાંકી કાઢવામાં આવી રહ્યા હતા.
મેં હંમેશા આતંકવાદની નિંદા કરી
બ્રિટિશ સાંસદે કહ્યું કે તેમણે આ ક્ષેત્રમાં સતત આતંકવાદની નિંદા કરી છે અને જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગો પર પાકિસ્તાનના નિયંત્રણની પણ ટીકા કરી છે. "મેં ફક્ત આતંકવાદની જ નિંદા કરી નથી, પરંતુ જમ્મુ અને કાશ્મીર રાજ્યના કેટલાક ભાગો પર પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાની પણ નિંદા કરી છે. મેં શરૂઆતથી જ કહ્યું છે કે, સમગ્ર જમ્મુ અને કાશ્મીર રાજ્યને ભારતીય શાસન હેઠળ ફરીથી જોડવું જોઈએ.
બ્રિટિશ સરકારે ભારતની સાથે ઊભા રહેવું જોઈએ
બ્લેકમેને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી. તે સમયે X પર એક પોસ્ટમાં કન્ઝર્વેટિવ સાંસદે કહ્યું હતું કે, તેઓ આ હુમલાથી આઘાત પામ્યા હતા, જેમાં નિર્દોષ લોકોના જીવ ગયા હતા.તેમણે યુકે સરકારને આતંકવાદ સામે ભારત સાથે મજબૂત રીતે ઊભા રહેવા વિનંતી કરી, કારણ કે નવી દિલ્હી પશ્ચિમી દેશો સાથે ગાઢ સુરક્ષા સહયોગ ઇચ્છે છે.






