Video: બોટાદ પોલીસની બર્બરતા, સગીરને 8 દિવસ સુધી ગોંધી રાખી બેરહેમીપૂર્વક માર માર્યો
બોટાદમાં ચોરી કરી હોવાની શંકાને આધારે સત્તર વર્ષીય સગીરને ગેરકાયદેસર રીતે પોલીસ સ્
બોટાદમાં ચોરી કરી હોવાની શંકાને આધારે સત્તર વર્ષીય સગીરને ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી માર મારી પોલીસે ગંભીર ઇજાઓ પહોંચાડતા સગીરને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
આઠ દિવસ સુધી સતત થર્ડ ડિગ્રી ટોર્ચર
બોટાદમાં ચોરીની ઘટનાની તપાસ કરતા પોલીસ કર્મીઓએ 17 વર્ષીય સગીરને પકડ્યો હતો. આઠ દિવસ સુધી સતત થર્ડ ડિગ્રી ટોર્ચર કરી સગીર પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. તેની કાયદેસરની અટકાયત ચોપડે નોંધાયેલ નથી છતાંય પોલીસકર્મીઓ દ્વારા ત્રાસ ગુજારી અમાનવીય કૃત્ય કર્યું હોવાથી સગીરની હાલત ગંભીર થઈ ગઈ હતી, સગીરને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, ત્યારે સારવાર દરમિયાન ઇમરાન ખેડાવાલા સહિતના ધારાસભ્યો રૂબરૂ મુલાકાત લઇ પરિવારજનોને ન્યાય અપાવવા આશ્વાસન પણ આપ્યું હતું.
નિર્દયી પોલીસકર્મીઓ સામે પગલાં લેવાશે?
આ સગીરના માતા પિતાની હયાતી નહીં હોવાને કારણે તે દાદા દાદી સાથે રહે છે અને સગીરને રાત્રે આવી ઘરેથી ઉઠાવી ગયા હોવાનો આક્ષેપ તેમજ ઘરના કબાટમાંથી 50000 રૂપિયા પણ લઈ ગયા હોવાની જાણકારી તેમના વાલી આપી રહ્યા છે, પોલીસ દ્વારા તેઓને પણ પોલીસ સ્ટેશન બોલાવી માર મારવામાં આવ્યો હોવાનું તેઓ મીડિયા સમક્ષ નિવેદન આપી રહ્યા છે. ત્યારે સમગ્ર ઘટનામાં સગીર પર શંકાના આધારે અત્યાચાર શા માટે કરાયો તે એક પ્રશ્ન ઉભો થયો છે. આ અંગે જવાબદાર પોલીસ કર્મચારીઓ પર ફરિયાદ શા માટે કરવામાં આવી નથી તે એક મોટો પ્રશ્ન બની રહ્યો છે.












