VIDEO: ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મંદિરે કર્યા દર્શન, સોમનાથ કોરીડોર અસરગ્રસ્ત કમીટી સાથે કરશે મિટીંગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારના દિવસે સોમનાથ મંદિરમાં કરી પૂજા. પૂજા બાદ મુખ્યમંત્
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારના દિવસે સોમનાથ મંદિરમાં કરી પૂજા. પૂજા બાદ મુખ્યમંત્રી તેમની સોમનાથ કોરીડોર અસરગ્રસ્ત કમીટી સાથે મિટીંગ માટે રવાના થયા.
મુખ્યમંત્રીએ કરી પૂજા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સોમનાથ મંદીરે આગમન થયું. સોમનાથ હેલીપેડ પર ધારાસભ્ય, જીલ્લાભાજપ પ્રમુખ સહીત અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું. સોમનાથ મંદિરે તેમણે ભોલેનાથના દર્શન કર્યા. સોમનાથ મંદીરે પૂજા-અર્ચન, દશઁન બાદ મુખ્યમંત્રી સર્કીટ હાઉસ ખાતે જવા રવાના થયા. અંદાજિત મિનિટનો મુખ્યમંત્રીનો સોમનાથનો કાર્યક્રમ હોવાનું જણાય છે.
દર્શન બાદ થયા મિટિંગ માટે રવાના
સોમનાથ મંદીરે પૂજા કર્યા બાદ મુખ્યમંત્રી સર્કીટ હાઉસ ખાતે કોરીડોર અસરગ્રસ્તો સાથે મિટિંગમાં જશે. પૂજામાં મુખ્યમંત્રી સાથે પૂર્વ કેબીનેટ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય માનસિહ પરમાર, જીલ્લાભાજપ પ્રમુખ ડો.સંજય પરમાર સહીતના લોકો પણ જોડાયા હતા.











