VIDEO: હાથરસમાં ભોલેબાબાના સત્સંગમાં નાસભાગ દરમિયાન 100થી વધુ લોકોના મોતની આશંકા, 150થી વધુ ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના હાથરસના રતિભાનપુરમાં એક જાહેર ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગ મચી હતી. આ નાસભાગને

ઉત્તર પ્રદેશના હાથરસના રતિભાનપુરમાં એક જાહેર ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગ મચી હતી. આ નાસભાગને કારણે ધક્કામુક્કીમાં ઘણા લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. એક માહિતી મુજબ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના મુગલગઢી ગામમાં ચાલી રહેલા સત્સંગ સમારોહમાંથી બહાર નીકળવા સમયે નાશભાગ મચતાં 50થી વધુ લોકોના મોત થયા છે. જેમાં 23 મહિલાઓ, 3 બાળકો અને 1 પુરુષની ડેડબોલી હોસ્પિટલમાં છે.
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સિકંદરરાવ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ રતિભાનપુરમાં આયોજિત ભોલે બાબાના સત્સંગ દરમિયાન ભાગદોડમાં લગભગ 50થી વધુ લોકોના મોત થયા હતા. અત્યાર સુધીમાં 27 મૃતદેહોને ઇટાહ પોસ્ટ મોર્ટમ હોમમાં લાવવામાં આવ્યા છે. સીએમઓ ઉમેશ ત્રિપાઠીએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે.
હાથરસમાં ભોલે બાબાના સત્સંગ દરમિયાન નાસભાગ મચતા 50થી વધુ લોકોના મોત થયા છે. 150 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. જેમાંથી ઘણાની હાલત અતિ ગંભીર છે. આ ઘટનામાં મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. મુખ્ય સચિવ મનોજ સિંહ અને ડીજીપી પ્રશાંત કુમાર ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.
અકસ્માત બાદ સ્થિતિ ભયજનક બની ગઈ છે. કોઈપણ હાલતમાં ઘાયલો અને મૃતકોને બસ-ટેમ્પોમાં ભરીને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. યુપી સીએમ યોગીએ એડીજી આગ્રા અને કમિશનરને અલીગઢ પહોંચવાનો આદેશ આપ્યો છે. ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જણાવી દઈએ કે સત્સંગમાં 15 હજારથી વધુ લોકો આવ્યા હતા.
ઉત્તર પ્રદેશના હાથરસના રતિભાનપુરમાં એક જાહેર ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગ મચી હતી. આ નાસભાગને કારણે ધક્કામુક્કીમાં ઘણા લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 27 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મરનારાઓમાં 25 મહિલાઓ અને 2 પુરુષો શામેલ છે. સીએમઓનું કહેવું છે કે મરનારાનો આંકડો હજુ પણ વધી શકે છે. કારણ કે સતત ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ઈટાહ મેડિકલ હોસ્પિટલમાં 27થી વધુ ડેડબોડી આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે ભોલે બાબાનો સત્સંગ ચાલી રહ્યો હતો. જેમાં સમાપન સમારોહ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં ઘણા લોકોના મોતની આશંકા છે. સત્સંગ પૂર્ણ થયા બાદ લોકો સભામંડપમાંથી બહાર નીકળી રહ્યા હતા. આ દરમિયાન ભારે ભીડને કારણે ધક્કામુક્કીમાં માણસો નીચે પડી જતાં ચગદાઈ જતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘણાં નાની મોટી ઈજાઓ પામ્યા છે. સત્સંગ સમારોહમાં આવેલા લોકોમાંથી ઈજાગ્રસ્ત લોકોને ઈટાહ મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 27થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. હજુ પણ આ આંકડો વધી શકે છે.








