મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વાપી રેલવે સ્ટેશને ટ્રેનમાં બેસવા જતાં યુવક નીચે પડ્યો, પોલીસ જવાને આ રીતે બચાવ્યો જીવ

ગુજરાતના વાપી રેલવે સ્ટેશન ખાતે ચાલુ ટ્રેને ચઢવા જતા એક મુસાફર યુવાન પ્લે

ગુજરાતના વાપી રેલવે સ્ટેશન ખાતે ચાલુ ટ્રેને ચઢવા જતા એક મુસાફર યુવાન પ્લેટફોર્મ પર પડી ગયો હતો. પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે મુસાફર યુવાન આવી જાય અને અકસ્માતમાં અનિચ્છનીય ઘટના બની જાય તે પહેલાં જ ત્યાં ફરજ પર તૈનાત પોલીસ કોન્સ્ટેબલે સમય સૂચકતા દાખવી હતી. આ મુસાફરનો જીવ બચાવી સરાહનીય કામગીરી પોલીસ જવાને કરી હતી.

ઉતાવળમાં જિંદગી ખોઈ બેસેત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં રહેતા ૩૬ વર્ષીય મુસાફર યુવાન અલ્પેશભાઈ રમણભાઈ ચૌહાણ આજે તા.૩જી ઓકટોબરે સાંજે પોણા પાંચ વાગ્યે વાપીથી ભરૂચ પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા. વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૧ ઉપર ટ્રેનની રાહ જોઈને તેઓ ઉભા હતા. તે દરમિયાન દહાણુ વડોદરા એકસપ્રેસ ટ્રેન ત્યાંથી પસાર થતા તેઓ ચાલુ ટ્રેને ઉતાવળે ચઢવા ગતા હતા. અચાનક સંતુલન ગુમાવી બેસતા મુસાફર અલ્પેશભાઈ પ્લેટફોર્મની કિનારી પર પડી ગયા હતા.

સતર્કતાથી સન્માન

ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી જાય તે પહેલા જ ત્યાં ફરજ પર તૈનાત વાપી રેલવે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ યોગેશભાઈ જગુભાઈએ સમયસૂચકતા દાખવી હતી. તેણે સતર્કતા સાથે આ મુસાફરને બહાર ખેંચી લઈ તેનો જીવ બચાવી લીધો હતો. આ સરાહનીય કામગીરી કરનાર પોલીસ જવાનને તેની બહાદુરી અને સતર્કતા બદલ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા હતાં.

આ સમાચાર શેર કરો