મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AUDIO: પાટણમાં 15 દિવસ બાદ પણ પૂરના પાણી ઓસર્યા નથી, સહાય માંગવા જતા માજી સરપંચને ધારાસભ્યનો ઉદ્ધતાઇભર્યો જવાબ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં 15 દિવસ પહેલાં પડેલા 20 ઇંચ વરસાદે વિનાશક પૂરની સ્થિત

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં 15 દિવસ પહેલાં પડેલા 20 ઇંચ વરસાદે વિનાશક પૂરની સ્થિતિ ઉભી કરી હતી, આજે પણ કેટલાક ગામોમાં પાણી ભારાયેલા જોવા મળી રહ્યાં છે. સૌથી વધુ અસર વૌવા, મઢુત્રા અને બાબરા જેવા ગામોમાં જોવા મળે છે.  વહીવટી તંત્ર, સેવાભાવી સંસ્થાઓ અને રાજકીય નેતાઓએ મદદના નામે માત્ર ફોટો સેશન કરાવ્યા, પરંતુ આજે પણ ગામોમાં કટોકટીનો માહોલ છે.

મઢુત્રા ગામમાં આજે પણ પાણી ભરાયેલા છે 

મઢુત્રા ગામના તળાવ નજીક 50 જેટલા પરિવારોના ઘરોમાં હજુ પણ કેડ સમા પાણી ભરાયેલા છે. છેલ્લા 15 દિવસથી પરિવારો અહીં-તહીં ભટકી રહ્યા છે, જ્યારે સરકારી મદદના દ્રશ્યો તો માત્ર પ્રચારમાં જ જોવા મળે છે. 

પૂર્વ સરપંચને ધારાસભ્યનો ઉડાઉ જવાબ

મઢુત્રાના પૂર્વ સરપંચ રાજેન્દ્રભાઈએ ત્રણ દિવસ પહેલાં રાધનપુરના ધારાસભ્ય લવજીભાઈ સાથે મદદ માટે વાતચીત કરી, પરંતુ 'ઉડાઉ' જવાબ મળ્યો હતો. આગેવાનોએ આખરે GSTVને વીડિયો મોકલીને તાત્કાલિક મદદની અપીલ કરી છે. 

મદદની તાત્કાલિક જરૂર

આ પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તરત જ રાહત, પાણી દૂર કરવાની વ્યવસ્થા અને નવા આશ્રયની જરૂર છે. ગ્રામજનોની અપીલ છે કે માત્ર પ્રચાર નહીં, વાસ્તવિક મદદ પહોંચાડો. 

આ સમાચાર શેર કરો