મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

3 વ્યક્તિને ઘાયલ કરનાર સિંહણને પકડવા પાંજરુ મૂકાયું, પણ સિંહણ ખો રમી ગઈ ને દીપડો પુરાયો

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં નરેડી ગામે ત્રીજા વ્યક્તિ પર એક સિંહણએ હુમલો કર્યો હતો. ગામમાં માલધારી ઢોર ચરાવવા નિકળ

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં નરેડી ગામે ત્રીજા વ્યક્તિ પર એક સિંહણએ હુમલો કર્યો હતો. ગામમાં માલધારી ઢોર ચરાવવા નિકળ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. હજુ થોડા દિવસ પહેલાં જ એક અન્ય માલધારી અને વનકર્મી પર જંગલી જાનવરે હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : જુનાગઢ બાદ હવે 450 વર્ષ જુના આ મઠના નવા ઉત્તરાધિકારી માટે સાધુઓ વચ્ચે ખેંચતાણ શરુ

હુમલાની જાણ થતાં જ વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ સિંહણને પકડવા માટે પુષ્કળ પ્રયાસો કરવા છતાં વનવિભાગની ટીમને સફળતા ન મળી. નરેડી પંથકમાં અવારનવાર થતા જંગલી જાનવરના હુમલાથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકામાં રાજાશાહી વખતના ખોટા દસ્તાવેજો બનાવી આચર્યું જમીન કૌભાંડ

હુમલાનો ભોગ બનનાર આધેડની પીઠ પર સિંહણે ભારે પંજાના નિશાન છોડી દીધા છે જેથી આધેડને તાત્કાલિક સારવાર હેઠળ સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પીડિતના પરિવારજનોનું કહેવું છે કે જો અગાઉ થયેલા હુમલામાં જ હુમલાખોર સિંહણ પકડાઈ ગઈ હોત તો કદાચ આ ઘટના ન બની હોત. વનવિભાગની ટીમે સિંહણને પકડવા મુકેલા પાંજરામાં આખરે દીપડો પકડાઈ ગયો છે.

આ સમાચાર શેર કરો