જુનાગઢ બાદ હવે 450 વર્ષ જુના આ મઠના નવા ઉત્તરાધિકારી માટે સાધુઓ વચ્ચે ખેંચતાણ શરુ

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલ એક મઠના મહંત અવસાન પામ્યા ત્યાં મહંતની ગાદીને ધારણ કરવા અન્ય સાધુ સંતો વચ્ચે વિવાદ વકર્યો છે. કાંકરેજના થળી ગામમાં આવેલા જાગીર મઠના મહંત જગદીશપુરી હાર્ટએટેકને કારણે અવસાન પામ્યા હતા જેથી તેમની ગાદીનો નવો ઉત્તરાધિકારી કોણ એ અંગે સંતો મહંતો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
આ પણ વાંચો : રામ મંદિરના નિર્ણય પર સવાલ ઉઠાવનારા જસ્ટિસ નરીમને હવે EWS આરક્ષણને ખોટું ગણાવ્યું
મઠના મહંત જગદીશ પૂરી દેવલોક પામતા દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવ નાથ બાપુએ નવા મહંત તરીકે શંકરપુરીની વરણી કરી હતી તો બીજી તરફ આસપાસના ગામના લોકોએ નવા ગાદીપતિ તરીકે મહંત અંકિતપુરીની ચાદર વિધી કરી હતી, જોકે હવે આ મુદ્દે વિવાદ વધુ વકરી રહ્યો છે.
આ પ્રશ્નના નિરાકરણ માટે અને મઠના નવા મહંત નિમવા બાબતે સંતો મહંતો અને મોટી સંખ્યામાં ગૌસ્વામી સમાજ અને કાંકરેજ વિસ્તારના અગ્રણીઓ પાલનપુરના રામલીલા મેદાન ખાતે એકત્ર થયા હતા. તમને જણાવી દઈએ કે આ એક સાડા ચારસો વર્ષ જૂનો પૌરાણિક મઠ છે જેની ગાદીને લઈને વિવાદ હવે વધુ વકરી રહ્યો છે.

