મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બાવળાની કેટલીક સોસાયટીઓમાં હજું કેડસમા પાણી, રોષે ભરાયેલા સ્થાનિકોએ હાઈવેને કર્યો ચક્કાજામ

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને રાજ્યમાં વરસાદી સિસ્ટમ બની છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને રાજ્યમાં વરસાદી સિસ્ટમ બની છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં બે દિવસ અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો. હાલ અમદાવાદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે પોરો ખાધો છે, છતાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. 

બાવળાથી ધોળકા જતા માર્ગ પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો

અમદાવાદના બાવળા વિસ્તારમાં ભારે વરસાદને કારણે રત્નદીપ સોસાયટી અને પદ્માવતી ફ્લેટના રહીશો પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત થઈ ગયા છે. કેટલાય દિવસોથી સોસાયટીઓમાં કેડ સમું પાણી ભરાયેલું છે.

રોગચાળાનો ભય

ઘરોમાં પણ પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડે છે, તો બીજી તરફ પાણીનો નિકાલ ન થતાં રોગચાળાનો ભય પમ સતત સેવાી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે  આ સમસ્યાથી કંટાળીને રહીશોએ બાવળા પોલીસ સ્ટેશન પાસે બાવળાથી ધોળકા જતા માર્ગ પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો.

આ સમાચાર શેર કરો