VIDEO: પોરબંદરમાં આભ ફાટ્યું, છેલ્લા 24 કલાકમાં 14 ઈંચથી વધુ વરસાદ
રાજ્યના કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પોરબંદર 14 ઈંચ, કલ્

રાજ્યના કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પોરબંદર 14 ઈંચ, કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં 9 ઈંચ, પાટણ,વેરાવળ કેશોદમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથાના સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જામજોધપુર, કુતિયાણા, માણાવદરમાં 5 ઈંચથી વધુ પડ્યો હતો.
પોરબંદરમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ
પોરબંદરમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. ચારેતરફ બસ પાણી જ પાણી જ જોવા મળ્યું હતું. પોરબંદરમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. અતિભારે વરસાદ અને મીની વાવાઝોડાને કારણે પોરબંદરમાં સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા છે. શહેરમાં 15થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા.
રીશેડ્યુલ ટ્રેનો
પોરબંદરમાં ભારે વરસાદને કારણે રેલ્વે ટ્રેક ધોવાયો હતો, 8 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનો પોતાના નિર્ધારિત સમયથી લેટ ચાલશે.
ટ્રેન નંબર 12949 પોરબંદર-સંતરાગાચી સુપરફાસ્ટ ટ્રેન 19.07.2024ના રોજ સવારે 9.10 વાગ્યાના નિર્ધારિત સમયને બદલે 6 કલાક મોડી એટલે કે 15.10 કલાકે દોડશે.
ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ તેના નિર્ધારિત સમય 10.30 કલાકને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 11.30 કલાકે ઉપડશે.
| જિલ્લા | તાલુકા | વરસાદ (ઇંચ) |
| જુનાગઢ | વંથલી | 5.24 |
| જુનાગઢ | કેશોદ | 4.69 |
| પોરબંદર | પોરબંદર | 3.74 |
| જુનાગઢ | મેંદરડા | 2.91 |
| જુનાગઢ | જુનાગઢ | 2.76 |
| જુનાગઢ | જૂનાગઢ શહેર | 2.76 |
| જુનાગઢ | ભેસાણ | 2.48 |
| દેવભૂમિ દ્વારકા | ભાણવડ | 2.17 |
| જુનાગઢ | માળીયા હાટીના | 2.09 |
| દેવભૂમિ દ્વારકા | ખંભાળિયા | 1.77 |
| પોરબંદર | રાણાવાવ | 1.34 |
| જામનગર | જોડીયા | 1.30 |
| દેવભૂમિ દ્વારકા | કલ્યાણપુર | 1.26 |
| જુનાગઢ | માંગરોળ (જૂનાગઢ) | 1.18 |
| ગીર સોમનાથ | તાલાલા | 1.06 |
આ ટ્રેનો કરાઈ રદ
ટ્રેન નંબર 09550/09549 પોરબંદર-ભાણવડ-પોરબંદર ટ્રેન 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
ટ્રેન નંબર 09565/09568 પોરબંદર-ભાવનગર-પોરબંદર ટ્રેન 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
ટ્રેન નંબર 09516/09515 પોરબંદર-કાનાલુસ-પોરબંદર ટ્રેન 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે..
મકાનોમાં પાણી, રસ્તા પર પાણી, વાહનો ડૂબ્યા
નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. મકાનોમાં પાણી, રસ્તાપર પાણી, વાહનો ડૂબ્યા, કેટલાક વિસ્તારોમાં ગળા ડૂબ અને કમર ડૂબ પાણી ભરાયા હતા. પશુઓ પણ તણાયાની સ્થિતિસ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે રાણાવાવ, ભરવાડા વળી વાડી, બગવદર વાડીમાં કુલ 11 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ઘૂસી જતતા લોકો ફસાયા હતા. ભારવાડા ગામના વાડી વિસ્તારમાં છત પર એક જ પરિવારના 6 લોકો ફસાયા હતા.








