Amreli news: ઢૂંઢિયા પીપળીયા ગામની શાળાને તાળાબંધી કરી વાલીઓ બાળકોને લઈ ગયા, જાણો શું છે કારણ
ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે
ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામની પ્રાથમિક શાળાની જર્જરિત હાલતથી પરેશાન વાલીઓએ આજે શાળાને તાળાબંધી કરી હતી.
શાળાના ઓરડાઓ ખૂબ જ જૂના અને જર્જરિત હાલતમાં
વાલીઓનો આરોપ છે કે, શાળાના ઓરડાઓ ખૂબ જ જૂના અને જર્જરિત હાલતમાં છે, અને ચાલુ વરસાદમાં છાપરાઓમાંથી પાણી ટપકે છે. આ પરિસ્થિતિમાં બાળકોને ભણવા મોકલવા જોખમી હોવાથી વાલીઓએ પોતાના બાળકોને ઘરે પરત લઈ જઈને શાળાને તાળું માર્યું હતું.
શૈક્ષણિક સ્તર નીચું હોવાને કારણે વાલીઓએ રોષ વ્યક્ત કર્યો
અમરેલી જિલ્લાની ઢૂંઢિયા પીપળીયા ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડાઓ અને શૈક્ષણિક સ્તર નીચું હોવાને કારણે વાલીઓએ રોષ વ્યક્ત કર્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આજે વાલીઓએ શાળાને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો.











