VIDEO: અમિત શાહે અમદાવાદ પોલીસ કમિશ્નરની નવી કચેરીનું કર્યું લોકાર્પણ
એકબાજુ આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળવ
એકબાજુ આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. શાહીબાગમાં 140 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મીત પોલીસ કમિશનર કચેરીનું અમિત શાહે ઉદ્ધાટન કર્યું હતું. લોકાર્પણ સમયે સાંસદ સભ્યો, ધારાસભ્યો, રાજ્યના DGP વિકાસ સહાય અને શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક, પૂર્વ પોલીસ વડાઓ, પૂર્વ પોલીસ કમિશનરો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાતમા માળે પોલીસ કમિશનર બેસશે
અમદાવાદના શાહીબાગમાં 140 કરોડના ખર્ચે નવી પોલીસ કમિશનર કચેરી બનાવવામાં આવી છે. અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ હાઈટેક પોલીસ કમિશનર કચેરીનું નિર્માણ કરવામાં અવ્યું છે. આ બિલ્ડિંગમાં સાતમા માળે પોલીસ કમિશનર બેસશે.
મુલાકાતીઓને સ્કેનિંગ બાદ જ એન્ટ્રી મળશે
બિલ્ડિંગમાં બે માળના બેઝમેન્ટ પાર્કિંગમાં 3 હજાર કાર સહિતનાં વાહનો પાર્ક કરી શકાશે. બિલ્ડિંગમાં કોન્ફરન્સ રૂમ અને કેન્ટીન પણ છે. મુલાકાતીઓને એરપોર્ટની માફક અહીં સ્કેનિંગ બાદ જ એન્ટ્રી મળશે.








