VIDEO: વડોદરામાં 15 ફૂટના મહાકાય મગરનું વનવિભાગે કર્યું રેસ્ક્યું
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર ઓસરવા માંડ્યા છે પરંતુ મગરો પાછા ફરવાનું નામ લેતા
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર ઓસરવા માંડ્યા છે પરંતુ મગરો પાછા ફરવાનું નામ લેતા નથી. પરિણામે અનેક વિસ્તારોમાં મગર જાહેરમાં ફરી રહ્યા હોવાથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સૌથી મહાકાય કહી શકાય તેવા 15 ફૂટના મગર સહિત વધુ ત્રણ મગર રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગર મોટા પ્રમાણમાં વસવાટ
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગર મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે ત્યારે પૂરના પાણીની સાથે સાથે મગરો પણ બહાર નીકળી આવ્યા છે અને જાહેરમાં ફરતા દેખાઈ રહ્યા છે. જેથી નગરજનોના માથે વધુ એક જોખમ સર્જાયું છે.
વડોદરા શહેરમાં પૂરની સ્થિતિના કારણે વડોદરા શહેર જિલ્લાની સ્કૂલોમાં, એમ.એસ.યુનિવર્સિટી તેમજ ખાનગી કોલેજોમાં તા.29 ઓગસ્ટ, ગુરુવારે પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. વડોદરામાં વિશ્વામિત્રીના પૂરના પાણી ઓસરી રહ્યા નહીં હોવાના કારણે સંખ્યાબંધ વિસ્તારો હજી પણ પાણીમાં છે ત્યારે વધુ એક દિવસ શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
જોકે ઘણા વાલીઓનું એવુ પણ કહેવું છે કે, વડોદરામાં પૂરના પાણી ધારો કે ઉતરી જાય તો પણ સફાઈના પ્રશ્નો સર્જાવાના છે. આ સંજોગોમાં સ્કૂલો અને કોલેજોમાં 30 ઓગસ્ટ સુધી રજા જાહેર કરી દેવી જોઈએ.જેથી રોજે રોજ વાલીઓ અને વિદ્યાર્થીઓેને મૂંઝાવાનો વારો ના આવે.






