મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગાંધીધામની જેલમાં જ દારૂની મહેફીલ, દારૂની બોટલો-મોબાઇલ અને રોકડ સાથે 6 લોકો ઝડપાયા

રાજ્યની કચ્છની ગળપાદર જેલમાં અનિકૃત પ્રવૃતિની માહિતી મળતા પોલીસે જ દરોડા પાડ્યા હતા. કચ્છની ગાંધીધામની ગળપાદર જેલમાં

રાજ્યની કચ્છની ગળપાદર જેલમાં અનિકૃત પ્રવૃતિની માહિતી મળતા પોલીસે જ દરોડા પાડ્યા હતા. કચ્છની ગાંધીધામની ગળપાદર જેલમાં દરડો પાડવામાં આવ્યા હતા. ગાંધીધામની ગળપાદર જેલમાં દારૂની મહેફિલ માણતા ભચાઉનો કુખ્યાત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકો ઝડપાયા હતા.

એ અને બી ડિવિઝન પોલીસ, LCB, SOG સહિતનો કાફલો

પૂર્વ કચ્છ એસપીની સૂચનાના પગલે ગાંધીધામ એ અને બી ડિવિઝન પોલીસ, આદિપુર પોલીસ તથા LCB અને SOGના કાફલાએ મધરાતે દરોડા પાડ્યા હતા.

પોલીસ કાફલાએ મધરાતે જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી

પૂર્વ કચ્છ પોલીસ વડાની  સૂચનાના પગલે પોલીસ કાફલાએ મધરાતે જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ (દરોડા) હાથ ધરી હતી. દરોડા દરમ્યાન પોલીસને દારૂની બોટલો, મોબાઈલ ફોન અને બિનવારસી હાલતમાં રોકડા 50 હજાર મળ્યા હતા. તમામ વસ્તુઓને કબજે કરીને વધુ તપાસ હાથ ધરી હતી..

આ સમાચાર શેર કરો