દિલ્હીથી મુંબઇ જતી ફ્લાઇટમાં બોમ્બના સમાચાર, અમદાવાદમાં વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ
દિલ્હીથી મુંબઇ જતી અકાસા એરની ફ્લાઇટમાં બોમ્બના સમાચાર મળતા વિમાનનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિ

દિલ્હીથી મુંબઇ જતી અકાસા એરની ફ્લાઇટમાં બોમ્બના સમાચાર મળતા વિમાનનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર ડગ સ્કવોર્ડ દ્વારા ફ્લાઇટ અને મુસાફરોનો સામાન ચેક કરવામાં આવ્યો હતો.
અકાસા એરના પ્રવક્તાએ કહ્યું, "અકાસા એર ફ્લાઇટ QP1719 ,3 જૂન, 2024ના રોજ દિલ્હીથી મુંબઇ માટે ઉડાન ભરી હતી. આ ફ્લાઇટમાં 186 મુસાફર અને 1 બાળક તેમજ છ ક્રૂ મેમ્બર સવાર હતા. બોર્ડ પર સુરક્ષાનું એલર્ટ મળ્યું હતું. સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખતા વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતું. તમામ મસુાફરોને સલામત રીતે ઉતારવામાં આવ્યા હતા."
ફ્લાઇટમાં બોમ્બની ઘટનામાં વધારો
આ પહેલા પેરિસથી આવતી વિસ્તારાની ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતા મુંબઇ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિેંગ કરવામાં આવ્યું હતું.
પેરિસથી 306 લોકોને લઇને મુંબઇ આવતી વિસ્તારાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ ધમકી બાદ વિમાનના પહોંચ્યા પહેલા જ મુંબઇ એરપોર્ટ પરક ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી હતી.
આ પહેલા પણ વિમાનમાં બોમ્બની મળી ચુકી છે ધમકી
દિલ્હીથી શ્રીનગર જતી વિસ્તારાની ફ્લાઇટમાં પણ બોમ્બની ધમકી મળી હતી. દિલ્હીથી આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટ UK611ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. જોકે, બોમ્બની અફવા નીકળી હતી.








