મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદને મેઘરાજાએ ઘમરોળ્યું, અનેક વિસ્તારમાં સવારથી ધોધમાર વરસાદ, પાંજરાપોળમાં ઘરોમાં પાણી ઘુસ્યાં

Ahmedabad Rain : અમદાવાદને મેઘરાજાએ ઘમરોળ્યું છે. સવારથી જ શહેરના પૂર્વ-પશ્ચિમના તમામ વિસ્તારમાં વીજળીન

Ahmedabad Rain : અમદાવાદને મેઘરાજાએ ઘમરોળ્યું છે. સવારથી જ શહેરના પૂર્વ-પશ્ચિમના તમામ વિસ્તારમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સિંધુ ભવન રોડ, બોપલ, ગોતા, ઈસનપુર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. તો પાંજરાપોળ સહીત શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં વરસાદના પાણી ઘુસી ગયા છે. આજે 30મી જૂન સવારથી જ અમદાવાદના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. 

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે.

અલકાપુરી વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયા અને લોકોના વાહનો ડૂબ્યાં, જુઓ આ વિડીયો - 

https://twitter.com/ANI/status/1807394756059664417

આ સમાચાર શેર કરો