મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : આણંદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટનામાં ત્રણનાં મોત

આણંદ પાસે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટનામાં ત્રણ શ્રમિકના મોત

આણંદ પાસે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટનામાં ત્રણ શ્રમિકના મોત થયાના સમાચાર છે. આણંદમાં વાસદ નદી પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન કોન્ક્રીટના કાટમાળ નિકજહેં શ્રમિકો દબાયા હતા, હજી પણ 4 જેટલા લોકો દબાયાની આશંકા છે.

આણંદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ સ્થળ પર આજે કોંક્રિટ બ્લોક્સ પડી ગયા હતા. હાલ બચાવ કામગીરી ચાલુ છે. આણંદ પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું હતું કે, "મહી નદી પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ સ્થળ પર આજે સાંજે ત્રણ મજૂરો કોંક્રીટના બ્લોક વચ્ચે ફસાઈ ગયા હતા. ક્રેન્સ અને ખોદકામ મશીનોનો ઉપયોગ કરીને બચાવ કામગીરી ચાલી રહી છે. એક મજૂરને બચાવી લેવામાં આવ્યો છે અને તે હોસ્પિટલમાં દાખલ છે."

મૃત્તકના નામ

પ્રહલાદ બારીચ 
કનુ સોલંકી

આ સમાચાર શેર કરો