મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video:સુરતમાં ગરીબોના અનાજમાં ગોલમાલ કરનાર સામે થશે કાર્યવાહી, પૂરવઠા વિભાગની 16 ટીમો કરશે તપાસ

સુરતમાં ગરીબોને અપાતા સરકારી અનાજમાં ગોલમાલ થતી હોવાનું સામે આવ્યું છે. ખુદ ભાજપ ક

સુરતમાં ગરીબોને અપાતા સરકારી અનાજમાં ગોલમાલ થતી હોવાનું સામે આવ્યું છે. ખુદ ભાજપ કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ હવે સુરત પૂરવઠા વિભાગ હરકતમાં આવ્યું છે. પૂરવઠા વિભાગ દ્વારા 16 ટિમો બનાવામાં આવી છે. જે 60 દુકાનદારો સામે 16 ટીમો તપાસ કરશે. દુકાનદારોના તમામ અનાજ સીઝ કરી તપાસ કરવામાં આવશે. કોઈ ખામી કે બેદરકારી દવાખાશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ પૂરવઠા વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે.

પોલીસ ફરિયાદ પણ કરાશે

પૂરવઠા અધિકારી ડી.ડી.શાહએ કહ્યું કે, તપાસ દરમિયાન ઘાલમેલ સામે આવશે અને જો જરૂર જણાશે તો પોલીસ કાર્યવાહી પણ કરવામાં પાછી પાની કરવામાં આવશે નહી. ખામી જણાશે તો ફાયાનાન્સિયલ દંડ, પરવાનો સસ્પેન્ડ, પરવાનો રદ્દ કરવામાં આવશે, સાથે જ સોફ્ટવેર સાથે છેડછાડ કરી હશે તો સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ થશે.

સસ્તામાં અનાજ વેચી દેવાતુ

ભાજપના કોર્પોરેટર ઉર્મિલા ત્રિપાઠીએ ઉધનાની 16 દુકાનોમાં ગોબાચારીની લેખિત ફરિયાદ કલેક્ટરને કરી છે. પરવાનોદારોએ દુકાનનો હવાલો તોલાટોને આપી દીધો છે. તોલાટો 5 થી 10 કિલો અનાજ દરેક રેશન કાર્ડ દિઠ ઓછું આપી બજારમાં ઉંચા ભાવે 20થી 25 રૂપિયામાં વેચી રહ્યાં છે. કલેક્ટરને કરાયેલી ફરિયાદમાં ઉધનાની સસ્તા અનાજની દુકાનના નામોનો પણ ઉલ્લેખ કરાયો છે. દુકાન નંબર-યુ.7,યુ.72,યુ.2,યુ.41,યુ.44,યુ.56,યુ.69, યુ.74, યુ.78, યુ.93, યુ.99, યુ.105, યુ.70-2, યુ.50, યુ.116 ઉપરાંત અન્ય સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને લુંટવામાં આવી રહ્યાં છે. 

આ સમાચાર શેર કરો