મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: પોષડોડા ભરેલી કારના ચાલકે પોલીસ પર ફાયરિંગ કર્યું, 13 લાખના મુદ્દામાલ અને રિવોલ્વર સાથે આરોપીને દબોચ્યો

ગુજરાતના અરવલ્લીમાંથી માદક પદાર્થ સાથે એક આરોપી ઝડપાયો છે. મળતા અહેવાલ પ્રમાણે પોલીસને બાતમી મળ

ગુજરાતના અરવલ્લીમાંથી માદક પદાર્થ સાથે એક આરોપી ઝડપાયો છે. મળતા અહેવાલ પ્રમાણે પોલીસને બાતમી મળી હતી કે અરવલ્લીના માલપુરમાં ગલીયાદાંતી ટોલનાકા પાસેથી કારમાં માદક પદાર્થ (ડ્રગ્સ)ને લઈ જવામાં આવી રહ્યું છે. બાતમી મળ્યા બાદમાલપુર પોલીસ અને LCBની ટીમે કારનો પીછો કર્યો હતો.

કારનો પીછો કરતી વખતે પોલીસ પર આરોપીએ કર્યું ફાયરિંગ

પોલીસે પોષ ડોડા ભરેલી કારનો પીછો કરતી વખતે આરોપીએ પોલીસની ટીમ પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ માલપુર બસ સ્ટેશન સામે કારને ઘેરાતા સમયે આરોપીઓએ 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

 13 લાખ રૂપિયાનો 437 કિલો પોષડોડા, એક રિવોલ્વર અને કારતૂસ જપ્ત કર્યુ

પોલીસે આ મામલે સમગ્ર વિસ્તારનો કોર્ડન કરી દીધો હતો. અને  તાત્કાલિક કાર્યવાહી કરી ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડ્યો, જ્યારે એક આરોપી હજુપણ ફરાર છે.પોલીસે આરોપી પાસેથી 13 લાખ રૂપિયાનો 437 કિલો પોષડોડા, એક રિવોલ્વર અને કારતૂસ જપ્ત કર્યુ હતું. આરોપીએ પોલીસને મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કર્યું હતું. આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ ચાલુ છે.

આ સમાચાર શેર કરો