મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હિંમતનગર હાઈવે પર ભયાનક અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના કમકમાટીભર્યા મોત

હિંમતનગર-શામળાજી હાઈવે પર જવાનગઢ પાસે ઇકો ગાડી અન

હિંમતનગર-શામળાજી હાઈવે પર જવાનગઢ પાસે ઇકો ગાડી અને ખાનગી બસ વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. ટક્કર એટલી ભયાનક હતી કે ઇકો ગાડીના કુચ્ચા વળી ગયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ગાંભોઈ અને હિંમતનગરની 108 એમ્બ્યુલન્સની ટીમોએ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કરવાની અને તપાસની કામગીરી હાથ ધરી છે.

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલી કારને પાછળના ભાગેથી જોરદાર ટક્કર મારી હતી. હાઈવે પર વાહનોની અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા.

પોલીસ અને તંત્ર દોડતું થયું

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હાલ પોલીસે મૃતકોના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હાઈવે પર સતત વધતા અકસ્માતોએ ફરી એકવાર વાહન ચાલકોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.

આ સમાચાર શેર કરો