VIDEO: જંબુસર હાઈવે પર ગંભીર અકસ્માત, કારે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ૧૧ યુવાનો ઈજાગ્રસ્ત
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં વહેલી સવારે માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં વહેલી સવારે માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. નાડા ગામથી દહેજ નોકરી અર્થે જતા કાવા થી પાંચકડા વચ્ચે આજે વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છેમળતા અહેવાલ પ્રમાણે આ દુર્ઘટનામાં 11 યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા. ઈકો કારમાં આ યુવાનો સવાર હતા તેઓ જંબુસરથી દહેજ નોકરી અર્થે જઈ રહ્યા હતા. ત્યારે અચાનક ડ્રાઈવરનો સ્ટેરિંયગ પરથી કાબૂ ગુમાવતા કાર વરસાદી કાસમાં ઉતરી ગઈ હતી. કારમાં સવાર તમામ યુવાનોને ઈજા પહોંચી હતી. આ દુર્ઘટનામાં કેટલાક યુવાનોને વધુ ઈજાઓ પહોંચી હતી. દુર્ઘટના બાદ તમામને જંબુસરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.




