VIDEO: ભરૂચમાં સમસ્ત સનાતની હિંદુ સમાજ દ્વારા રેલી કઢાઈ
બાંગ્લાદેશમાં વસતા હિન્દુ સમાજ પર થતા હુમલાઓના વિરોધમાં ભરૂચમાં સમસ્ત સનાતની હિંદુ સમા
બાંગ્લાદેશમાં વસતા હિન્દુ સમાજ પર થતા હુમલાઓના વિરોધમાં ભરૂચમાં સમસ્ત સનાતની હિંદુ સમાજ દ્વારા વરસતા વરસાદ વચ્ચે રેલી કાઢવામાં આવી હતી.
પાંચબત્તીથી કલેકટર કચેરી સુધી રેલીનું આયોજન
ભરૂચના પાંચબત્તીથી કલેકટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.બહોળી સંખ્યામાં લોકો બેનર્સ સાથે જોડાઇ અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ આવેદનપત્રમાં બાંગ્લાદેશમાં વસતા હિન્દુ સમાજ પર થતા હુમલાઓને લીધે ભારતનો સમસ્ત સનાતની હિન્દુ સમુદાય દુઃખ, ચિંતા અને અશાંતિ અનુભવી રહ્યો છે.તેમજ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર તેમજ હિન્દુઓના ધાર્મિક સ્થળ પર થતા આક્રમણોને કારણે વિશ્વભરમાં હિન્દુ સમાજમાં આક્રોશ ફેલાયો છે.






