મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચૈતર વસાવાની અટકાયત, અનંત પટેલ નજરકેદ; કેવડિયામાં આદિવાસી યુવાનોને ન્યાય અપાવવા જતા બે ધારાસભ્યને પોલીસે રોક્યા

કેવડિયામાં 13 ઓગસ્ટે આદિવાસી યુવા જયેશ તડવી અને સંજય તડવી સાથે થયેલા અન્યાયની સામે એક કાર્યક્રમનું આયો

કેવડિયામાં 13 ઓગસ્ટે આદિવાસી યુવા જયેશ તડવી અને સંજય તડવી સાથે થયેલા અન્યાયની સામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. જોકે, આ પહેલા જ અનંત પટેલને નજરકેદ કરવામાં આવ્યા છે જ્યારે ચૈતર વસાવાની કેવડિયા જતા સમયે દેડિયાપાડામાં પોલીસે અટકાયત કરી છે.

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ નજરકેદ

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને કેવડિયા જતા રોકવા માટે પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા છે. અનંત પટેલ કેવડિયા પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા તેમના ઘરે જ નજરકેદ કરવામાં આવ્યા હતા.

વલસાડ-નવસારી જિલ્લાના આદિવાસી આગેવાનોને પોલીસે ડિટેઇન કર્યા

આદિવાસી યુવાન જયેશ તડવી અને સંજય તડવી સાથે થયેલા અન્યાયની સામે ન્યાય મેળવવા માટે કેવડિયા ખાતે જતા આગેવાનોને તાપી જિલ્લાના ઓટા ચાર રસ્તા પાસેથી પોલીસે ડિટેઇન કર્યા છે. નવસારી તેમજ વલસાડ જિલ્લાના આદિવાસી આગેવાનોને પોલીસે ડિટેઇન કર્યા હતા.

શું છે ઘટના?

નર્મદા જિલ્લાના કેવડિયામાં ગરૂડેશ્વર એકતાનગર ખાતે આદિવાસી મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે. મ્યુઝિયમના કોન્ટ્રાક્ટરની એજન્સીના કર્મચારીઓને સંજય અને જયેશ તડવી નામના બે યુવકો પર ચોરીની શંકા ગઇ હતી અને તેમણે માર મારવામાં આવ્યો હતો.

આ ઘટનામાં જયેશ તડવી નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે સંજય તડવીનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

પોલીસ અનુસાર, બન્ને યુવાનો મ્યુઝિયમની સાઇટની બહાર પડેલા સળિયાનો ભંગાર લેવા માટે ગયા હતા. ત્યાં હાજર કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ બન્ને યુવાનોને પકડીને કેબિનમાં લઇ ગયા હતા અને તેમના હાથ બાંધીને માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન એક યુવાન બેભાન થઇ ગયો હતો અને કર્મચારી આ યુવકને હોસ્પિટલ લઇ ગયા હતા. 

પોલીસે ફરિયાદના આધારે આ મામલે કોન્ટ્રાક્ટરના છ કર્મચારીઓ સામે કેસ કરીને ધરપકડ કરી છે. આરોપીઓ સામે રાયોટિંગ અને એટ્રોસિટીની કલમ લગાવવામાં આવી છે.

આ સમાચાર શેર કરો