VIDEO: અમરેલીના લીલીયાના-અંટાળીયા ગામના રસ્તા પર 8 સિંહોનું ટોળું નીકળ્યું લટાર મારવા
અમરેલી જિલ્લામાં સિંહો દીપડા વન્યપ્રાણીઓની સંખ્યા દિનપ્રતિદિન રીતે વધી રહી છે, સિંહો અને
અમરેલી જિલ્લામાં સિંહો દીપડા વન્યપ્રાણીઓની સંખ્યા દિનપ્રતિદિન રીતે વધી રહી છે, સિંહો અને દીપડાઓ વાંરવાર માર્ગો ઉપર આવી જવાના વિડિયો સામે આવતા હોય છે, ત્યારે વધુ એક સિંહોનો વીડિયો સામે આવ્યો છે.
અંટાળીયા ગામના માર્ગ પર 8 સિંહનું ટોળું આવી ચડ્યું
ગત મોડી રાતે લીલીયાના અંટાળીયા ગામના માર્ગ પર 8 સિંહનું ટોળું આવી ચડ્યું હતું. બસ ચાલક દ્વારા બસની સ્પીડ ઘટાડી ઉભી રાખતા મુસાફરોને અચાનક સિંહ દર્શનનો લાભ મળ્યો હતો, જેનો વિડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો છે.
આ પણ વાંચો: રાજકોટ: લગ્નની લાલચ આપીને GRD જવાને દુષ્કર્મ આચર્યું, મહિલાના ફોટા તેના પિતાને મોકલ્યા
વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વન વિભાગે તપાસ હાથ ધરી
લીલીયા સાવરકુંડલા હાઇવે ઉપર વાંરવાર આ સિંહ રાત્રીના સમયે અને વહેલી સવારે સિંહો હાઇવે ઉપર વધુ જોવા મળી રહ્યા છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વન વિભાગે તપાસ હાથ ધરી હતી..






