રાજકોટ: લગ્નની લાલચ આપીને GRD જવાને દુષ્કર્મ આચર્યું, મહિલાના ફોટા તેના પિતાને મોકલ્યા
રાજકોટમાં 35 વર્ષની છુટા-છેડા લીધેલી મહિલાને લગ્નની લાલચ આપીને SOGના સસ્પેન્ડેડ GRD જવાને અવાર-નવાર દુષ્કર્મ આચર

રાજકોટમાં 35 વર્ષની છુટા-છેડા લીધેલી મહિલાને લગ્નની લાલચ આપીને SOGના સસ્પેન્ડેડ GRD જવાને અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. સસ્પેન્ડેડ જીઆરડી જવાન આશિષ અનંતરાય રાવલ (ઉ.વ.૪૦, રહે. મેરીગોલ્ડ સોસાયટી, જામનગર રોડ) વિરૃધ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે અટકાયત કરી તપાસના અંતે જેલહવાલે કર્યો હતો.
ભોગ બનનાર મહિલાએ પોલીસને જણાવ્યું કે ર૦૧પમાં તેના છૂટાછેડા થઈ ગયા
ભોગ બનનાર મહિલાએ પોલીસને જણાવ્યું કે ર૦૧પમાં તેના છૂટાછેડા થઈ ગયા હતા, અને તેને બે સંતાન છે. દોઢેક વર્ષ પહેલાં આરોપીના પરિચયમાં આવી હતી. ત્યારે આરોપીએ પોતે SOGમાં હોવાની ઓળખ આપી હતી. થોડા દિવસોમાં જ આરોપી સાથે ગાઢ પરિચય થઈ ગયો હતો. તે વખતે આરોપીએ કહ્યું હતું કે તેણે પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા છે અને હવે લગ્ન કરવા માગે છે.
આ પણ વાંચો: VIDEO: રાજકોટ અકસ્માત મામલો: ડ્રાઈવરની વય મર્યાદા મામલે મચ્યો હોબાળો, ટેન્ડરમાં કોઈ જોગવાઈ ન હોવાનું રટણ
લગ્નની લાલચ આપી તેના ઘરે અને અલગ-અલગ હોટલોમાં દુષ્કર્મ ગુજાર્યું
લગ્નની લાલચ આપી તેના ઘરે અને અલગ-અલગ હોટલોમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. જે દરમિયાન આોરપીએ મહિલાના ફોટો અને વીડિયો પણ લઈ લીધા હતા. આખરે આરોપી પત્ની સાથે જ રહેતો હોવાની જાણ થતાં સંબંધ તોડી નાખવાનું નકકી કર્યું હતું. પરંતુ આરોપીએ સંબંધ નહીં રાખે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં તેના પિતાને વોટસએપમાં તેના ફોટા પણ મોકલી દીધા હતા.
આરોપીએ તેને સમાધાન કરવાના બહાને લીમડા ચોકમાં બોલાવી હતી. આ મામલે આરોપીએ મહિલા સાથે ઝઘડો કરીને મારકૂટ પણ કરી હતી. આરોપી વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં દુષ્કર્મની કલમ હેઠળ મોડી રાત્રે ફરિયાદ નોંધાવી હતી.






