VIDEO: રાજકોટ અકસ્માત મામલો: ડ્રાઈવરની વય મર્યાદા મામલે મચ્યો હોબાળો, ટેન્ડરમાં કોઈ જોગવાઈ ન હોવાનું રટણ
રાજકોટના રેલનગર વિસ્તારમાં સીટી બસ ડ્રાઇવરને ડ્રાઈવિંગ દરમિયાન હાર્ટ એટેક આવતા અકસ્માત સર્જાયો હતો. બસ
રાજકોટના રેલનગર વિસ્તારમાં સીટી બસ ડ્રાઇવરને ડ્રાઈવિંગ દરમિયાન હાર્ટ એટેક આવતા અકસ્માત સર્જાયો હતો. બસચાલક પરશોત્તમભાઈ બારૈયા બસ પર કાબુ ગુમાવતા 3 વાહન અને રેંકડીચાલકને ટક્કર મારી હતી.આ સમગ્ર દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જોકે કે અકસ્માતની ઘટનામાં મામલામાં મહાનગરપાલિકા અને ખાનગી એજન્સી બન્નેની બેદરકારી સામે આવી હતી.
આ પણ વાંચો: આળસુ કર્મચારીઓનું નિરસ કામ: ઈ-કેવાયસીએ મોટા છબરડાની પોલ ખોલી, સંખ્યાબંધ રાશનકાર્ડમાં ખોટા આધારનંબર નિકળ્યા
ડ્રાઇવરની ઉંમર 66 વર્ષ 9 મહિના
મળતા અહેવાલ પ્રમાણે ડ્રાઇવર પરસોત્તમભાઈની જન્મ તારીખ 15-2-1958 નોંધાયેલી છે, જે પ્રમાણે ડ્રાઇવરની ઉંમર 66 વર્ષ 9 મહિના હતી. જોકે તે છતા પણ પાલિકા અને એજન્સી દ્વારા ડ્રાઈવિંગની મંજુરી આપવામાં આવી હતી. સામાન્ય રીતે ખાનગી એજન્સીઓ 58 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને ડ્રાઇવિંગ ન કરાવી શકે.જો કાયમી કર્મચારી હોય તો પણ 58 વર્ષથી વધુ ડ્રાઇવિંગ ન કરી શકે.
ટેન્ડરમાં વય મર્યાદાને લઈને કોઈ નિયમ નથી
આ મામલે રાજકોટ રાજપથ લિમિટેડના આસી. મેનેજરનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું કે ટેન્ડરની જોગવાઈ અનુસાર ડ્રાઈવર માટે કોઈ વય મર્યાદાને લઈને કોઈપણ નિયમ નથી, ડ્રાઈવર પાસે હેવી વાહનો ચલાવવાનું લાઈસન્સ હોવું જરૂરી હતું, જે તેમની પાસે હતું. તેમણે એમ પણ જણાવ્યું કે જો આગામી સમયમાં વય મર્યાદાને લઈને ચોક્કસ નિયમ બનાવીશું.






