મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદની હયાત હોટલના સાંભારમાંથી નીકળ્યો વંદો!

અમદાવાદમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાં જીવાત નીકળવાની ઘટનાઓ હવે રોજબરોજ બની રહી છે. ત્યારે હવે વ

અમદાવાદમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાં જીવાત નીકળવાની ઘટનાઓ હવે રોજબરોજ બની રહી છે. ત્યારે હવે વસ્ત્રાપુરમાં આવેલી જાણીતી હોટલ હયાતના સાંભારમાંથી વંદો નીકળ્યો છે. 

હયાત હોટલનું કિચન સીલ કરાયું

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર વસ્ત્રાપુરમાં આવેલી હયાત હોટલના સાંભારમાંથી વંદો નીકળ્યો છે. બીજી તરફ આ બનાવની જાણ થતા એએમસી ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. હયાત હોટલનું કિચન સીલ કરવામાં આવ્યું હતું. 

સાંભારમાંથી મરેલો વંદો નીકળ્યો

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હયાત હોટલમાં એક કંપનીનો જમણવાર હતો. જેમાં કંપનીના એક કર્મચારી ઈડલી સાંભાર ખાઈ રહ્યા હતા. ત્યારે અચાનક તેમની નજર સાંભાર પર પડી હતી. સાંભારમાં તેઓએ જોયું તો વંદા જેવું જોવા મળ્યું હતું. જ્યારે બહાર કાઢીને તેઓએ જોયું તો મરેલો વંદો હતો. 

અગાઉ મયુર હોટલના પંજાબી શાકમાંથી પણ વંદો નીકળ્યો હતો

અગાઉ અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલી મયુર હોટલના પંજાબી શાકમાંથી પણ વંદો નીકળ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.  જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા નરોડા વિસ્તારમાં આવેલી મયુર હોટલ- રેસ્ટોરન્ટમાંથી વંદો નીકળવા મામલે કાર્યવાહી કરી હોટલ-રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો