મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરમાં નદીના વહેણમાં પેસેન્જર ભરેલી બસ ફસાઈ, તમામ મુસાફરોનું કરાયું રેસ્ક્યું

એક તરફ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. ત્

એક તરફ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે કોળીયાક પાસે માલેશ્રી નદીના વહેણમાં પેસેન્જર ભરેલી બસ ફસાઈ હતી. આ બનાવની જાણ થતા પોલીસ સહિત રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચીને ફસાયેલા લોકોને બહાર કાઢી  રહી છે.

આ બસમાં 25થી વધુ મુસાફરો હતા

પ્રાપ્ત માહિતી પ્રમાણે તમિલનાડુથી કોળીયાકના નિષ્કલંક મહાદેવના દર્શને એક શ્રદ્ધાળુઓની બસ આવી હતી.  ત્યારે માલેશ્રી નદીમાં ઘોડાપૂરના ધસમસતા પ્રવાહમાંથી પસાર થતા બસ ફસાઈ હતી. આ બસમાં 25થી વધુ મુસાફરો હતા.

મુસાફરોને બચાવવા મોકલવામાં આવેલી ટ્રક પણ ફસાઈ

પાણીના ધસમસતા પ્રવાહમાં મુસાફરોથી ફસાયેલી બસ ફસાઈ હતી. પરિણામે તેમને બચાવવા માટે ટ્રકમાં 8 તરવૈયાઓને મોકલવામાં આવ્યા હતા. જોકે, આ દરમિયાન ટ્રક પણ ફસાઈ હતી, જોકે અન્ય ટ્રકમાં તમામ મુસાફરોને સલામત સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા. 

આ સમાચાર શેર કરો