VIDEO: રાજકોટની લાડુ સ્પર્ધામાં વૃદ્ધે યુવાનોને શરમાવ્યા, 69 વર્ષના વૃદ્ધ 19 લાડુ ખાઈને પ્રથમ વિજેતા બન્યા
રાજકોટમાં ઠેર-ઠેર ગણપતિ મહોત્સવ ઊજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રેસકોર્સમાં શહેર ભ
રાજકોટમાં ઠેર-ઠેર ગણપતિ મહોત્સવ ઊજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રેસકોર્સમાં શહેર ભાજપ દ્વારા સિદ્ધિ વિનાયક ધામ ગણેશોત્સવનું આયોજન કરાયું છે. જેમાં રોજ વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી રહી છે. સિદ્ધિ વિનાયકધામ દ્વારા છેલ્લા 17 વર્ષથી લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
69 વર્ષના વૃદ્ધ 19 લાડવા ખાઈને બન્યા વિજેતા
મહિલાઓ અને પુરુષો બન્નેમાં આ સ્પર્ધા યોજાઈ હતી. બહેનોમાં 43 વર્ષીય મહિલા 10 લાડવા આરોગી વિજેતા બન્યા હતા. આ લાડુ સ્પર્ધામાં ભાઈઓમાં સરપદળ ગામના 69 વર્ષીય ગોવિંદભાઇ લુણાગરિયા 30 મિનિટમાં 19 લાડવા આરોગી પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. જ્યારે જડેશ્વર નજીક જીવાપર ગામનાં 45 વર્ષીય અશોકભાઈ રંગાણીએ 14.5 લાડવા જમીને બીજો ક્રમ મેળવ્યો હતો. ત્યારે આ સ્પર્ધામાં વૃદ્ધ, અને આધેડોએ યુવાનોને શરમાવ્યા હતા.
સાવિત્રીબેન યાદવે 10 મિનિટમાં 10 લાડુ આરોગ્યા
સાવિત્રીબેન મહિલા સ્પર્ધકમાં પ્રથમ ક્રમાંકે આવ્યા
પુરુષ સ્પર્ધકોમાં ગોવિંદભાઈ લુણાગરિયાએ 19 લાડુ આરોગ્યા
અશોકભાઈ રંગાણીએ સાડા 14 લાડુ આરોગ્યા
માધવજીભાઈ ઉડગીયાએ 12 લાડુ આરોગ્યા
75 વર્ષીય માવજીભાઈ ઓળકિયાએ 12 લાડવા આરોગી ત્રીજો ક્રમ હાંસિલ
મોકાસર ગામના 75 વર્ષીય માવજીભાઈ ઓળકિયાએ 12 લાડવા આરોગી ત્રીજો ક્રમ હાંસિલ કર્યો હતો. બહેનોમાં રાજકોટનાં 43 વર્ષીય સાવિત્રીબેન યાદવે 10 લાડવા આરોગી પ્રથમ ક્રમ, 18 વર્ષીય ક્રિષ્નાબેન સોરાણીએ 6 લાડવા જમીને બીજો ક્રમ અને 46 વર્ષના શીતલબેન ભાડેશીયાએ 5.5 લાડવા આરોગી ત્રીજો ક્રમ હાંસિલ કર્યો હતો.








