VIDEO : DNA મેચ થતાં 7 પરિવારોને સ્વજનોના મૃતદેહ સોંપાયા, પરિવારોમાં આક્રંદ
Rajkot Gamezone Fire : રાજકોટ અગ્નિકાંડના મૃતકોની ઓળખ કરવા માટે DNA પ્રક્રિયા

Rajkot Gamezone Fire : રાજકોટ અગ્નિકાંડના મૃતકોની ઓળખ કરવા માટે DNA પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગુમ થયેલા લોકોના પરિવારજનો સાથે મૃતદેહના DNA મેચ થતાં 7 પરિવારોને સ્વજનોના મૃતદેહ સોંપાયા છે. પોતાના સ્વજનના મૃતદેહ સ્વીકારતા પરિવારજનો ભાંગી પડ્યા છે.
હૉસ્પિટલમાં પરિવારજનોનો હોબાળો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પરિવારજનો ગુમ થયેલા લોકોને શોધવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસ અધિકારીઓ સાથે રકઝક પણ થઇ હતી. પરિવારજનો પોતાના સ્વજનની માંગણી કરી રહ્યાં છે. બીજી તરફ અધિકારીઓએ હોસ્પિટલમાં પહોંચેલા પરિવારજનોને સાંત્વના આપી.
પરિવારજને અધિકારીને રજૂઆત કરતા કહ્યું કે, 'સાહેબ કાં તો હાં પાડો કે ના પાડો,જીવે છે કે નથી જીવતો તેનો કોઇ રિપોર્ટ આપો'. અધિકારીએ કહ્યું કે, આ ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. પરિવારજનોએ કહ્યું કે, તમે ઉપર રજૂઆત કરો કે પીડિતો આંકડો માંગે છે, તમે અમને મિસિંગ થયેલા લોકોનો આંકડો આપો."
સ્વજનો ગુમાવનારા પરિવારજનોએ કહ્યું કે, 'સાહેબ, જો તમારો દીકરો હોત તો શું થાત?' અધિકારીએ કહ્યુ કે, હું તમારૂ દુ:ખ સમજી શકુ છું.'








