મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દેવભૂમિ દ્વારકામાં માત્ર 2 કલાકમાં 5 ઈંચ વરસાદે વેર્યો વિનાશ, વરસાદની તારાજીના આકાશી દ્રશ્યો

ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર જોર પકડ્યું છે અને એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ્સ સક્રિય

ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર જોર પકડ્યું છે અને એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા રાજ્યના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. 

દ્વારકામાં માત્ર બે કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. દ્વારકા શહેર અને આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.દ્વારકામાં માત્ર બે કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, જેના પગલે ભદ્રકાળી ચોક, ઇસ્કોન ગેટ અને રેલવે સ્ટેશન રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા. કલ્યાણપુરમાં 3 ઇંચ અને ખંભાળિયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો

 દ્વારકાના ગામડાઓ જાણે કે નદીઓમાં ફેરવાયા

ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યું, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો અને લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોના પાકને નુકસાન થયું, જોકે કેટલાક ખેડૂતોમાં વાવણીલાયક વરસાદથી ખુશી પણ જોવા મળી હતી. જોકે ભારે વરસાદને કારણે દ્વારકાના ગામડાઓ જાણે કે નદીઓમાં ફેરવાયા હોય તેવું સ્પષ્ટપણે વીડિયોમાં જોઈ શકાય છે.

જેમાં સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 13.31 ઈંચ નોંધાયો છે. જ્યારે કેશોદમાં 11.22 ઈંચ, વંથલીમાં 10.29 ઈંચ, પોરબંદરમાં 10.24 ઈંચ, ગણદેવીમાં 9.21 ઈંચ, માણાવદરમાં 8.23 ઈંચ, ચિખલીમાં 7.83 ઈંચ, કપરાડામાં 7.83 ઈંચ, કુતિયાણામાં 6.93 ઈંચ, રાણાવાવમાં 6.69 ઈંચ, ડોલવણમાં 6.61 ઈંચ, નવસારીમાં 5.98 ઈંચ, જલાલપોરમાં 5.79 ઈંચ, વરસાદ નોંધાયો હતો.  જ્યારે 103 તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

આ સમાચાર શેર કરો