VIDEO: દ્વારકાના કલ્યાણપુરમાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદ, જન જીવન પ્રભાવિત
દ્વારકા જીલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારો હવે કલ્યાણપુર પંથકમાં ધોધમાર વ
દ્વારકા જીલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારો હવે કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. કલ્યાણપુરમાં છેલ્લા 24 કલાકમાં 11 ઈંચ તો દ્વારકામાં 6 ઈંચ વરસાદ પડ્યો છે.
વરસાદના કારણે જન જીવન થયું પ્રભાવિત
ભારે વરસાદના કારણે ભાટિયા - ભોગાત સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે, તેમજ કલ્યાણપુર - પોરબંદરને જોડતો રાવલ સૂર્યવાદર સ્ટેટ હાઈવે પણ પાણીમાં ગરકાવ થયો છે, સાથે જ લાંબા - હર્ષદ વચ્ચેના નેશનલ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા છે. હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે, અને જન જીવન પણ પ્રભાવિત થયું છે. તો બીજી તરફ દ્વારકાના ભદ્રકાલી, ઇસ્કોન ગેટ, તોતાત્રી મઠ, સહિતના અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા છે. જેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.




