મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં સાયબર ફ્રોડ કરનારા 5 ઝડપાયા, ગેમિંગના નામે 12.50 કરોડનું કૌભાંડ

રાજકોટમાં સાયબર ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે મહિલા વકિલ જીગ્નાશા બાંભવા સહિત 9 વ્ય

રાજકોટમાં સાયબર ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે મહિલા વકિલ જીગ્નાશા બાંભવા સહિત 9 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આરોપીઓએ બોગસ પેઢી બનાવી 3 જુદી જુદી બેંકમાં 7 બેંક ખાતાં ખોલીને સાયબર ફ્રોડ દ્વારા 12.50 કરોડ રૂપિયા મેળવ્યા હતા. મુંબઈના આશિષ નામના વ્યક્તિ પાસેથી કમિશનની લાલચે આરોપીઓએ ખાતાં ભાડે આપ્યાં હતાં. આ ખાતાઓમાં ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરી કમિશન મેળવવામાં આવતું હતું. સમગ્ર મામલે પોલીસે 5 આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ સાયબર ક્રાઇમમાં બે અલગ અલગ નોંધાયેલ ફરિયાદમાં વધુ તપાસ આદરી હતી. ઇન્ડિયન ઓવરસિસ બેન્કમા ખોલવામા આવેલા 7 ખાતામાં 9.50 કરોડ અને ICICI એકાઉન્ટમાં 3 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન થયા હતા. આ મામલે સાયબર ક્રાઇમે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

રાજકોટની બેન્કમાં ખોલાવાયેલા એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂ.12.50 કરોડ જમા થયાનો પર્દાફાશ થતા આ મામલે સાયબર ક્રાઇમની ટીમે મહીલા નોટરી સહિત 9 સામે ગુનો નોંધ્યો હતો. જેમાં મહીલા એડવોકેટ જીજ્ઞાશા જી. બાંભવા, હાર્દીક જગદીશભાઇ લીંબાસીયા, મયુર હિતેન્દ્ર ખુંગલા, રોમેશ અમીરભાઇ મુખીડા,  પ્રવિણ પરસોતમ સંખવાર, મીત લાલબહાદુર ગુપ્તા, લાલબહાદુર નરોતમ ગુપ્તા, આશિષ  સહિતના વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે.  

સાયબર ક્રાઈમ પોલીસે સાયબર લેબની મદદથી સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાયેલા બેન્ક એકાઉન્ટની તપાસ કરી હતી. જેમાં ઈન્ડિયન ઓવરસીઝ બેન્કમાં ખોલાવાયેલા 7 ખાતામાં સાયબર ફ્રોડના રૂ.9.50 કરોડ જમા થયાનો ઘટ્ટસ્ફોટ થયો હતો. 7 પેઢીના નામે આ બેન્ક ખાતા ખોલાવાયા હતા. જેનું કોઈ અસ્તિત્વ જ નથી.

આ ઘટનાના મુખ્ય સુત્રધાર પ્રવીણ સંખારવાની પુછપરછ કરતાં કહ્યું કે, મુંબઈના આશિષને ઓનલાઈન ગેમીંગ અને ફ્રોડના રૂપિયા જમા કરાવવા માટે આ તમામ બેન્ક ખાતા ભાડે આપ્યા હતા. આ એકાઉન્ટના બદલામાં તમામ ખાતાધારકોને તગડું કમિશન મળતું હતું. 

આ સમાચાર શેર કરો