VIDEO: અમદાવાદમાં 20 લાખની લૂંટ, આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો
અમદાવાદમાં ફરી એક વખત લૂંટની ઘટના સામે આવી છે. અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. એક્ટિવા પર આવેલા ત્રણ શખ્સો લૂંટ ચલાવ
અમદાવાદમાં ફરી એક વખત લૂંટની ઘટના સામે આવી છે. અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. એક્ટિવા પર આવેલા ત્રણ શખ્સો લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં ફરી લૂંટની ઘટના
અમદાવાદમાં ફરી એક વખત લૂંટની ઘટના સામે આવી છે. શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં ધારા આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. લૂંટની ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. એક્ટિવા પર આવેલા બે શખ્સો લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. ગાડી પગ પર ચઢાવી દીધી હોવાનું કહીને આંગડિયા પેઢીના કર્મચારી સાથે ઝઘડો કરીને લૂંટ ચલાવી હતી.
બનાવની વિગત જોઇએ તો સી.જી.રોડ સુપર મોલ ખાતે આવેલ ધારા આંગડિયા પેઢીમાંથી 20 લાખ રૂપિયા લઇને નીકળેલા આંગડિયા પેઢીના કર્મચારીને સહજાનંદ કોલેજ ચાર રસ્તા પર એક્ટિવા પર આવેલા બે શખ્સોએ રોક્યા હતા. આ દરમિયાન કાર ચાલકને તમે મારા પગ ઉપર ગાડી ચઢાવી દીધી છે તેમ કહીને ઝઘડો કર્યો હતો.
આ દરમિયાન બાઇક પર આવેલા અન્ય બે અજાણ્યા શખ્સોએ કારનો ડ્રાઇવર સાઇડનો દરવાજો તોડીને કારમાં રહેલી બેગ કાઢીને ભાગી ગયા હતા. આ અંગે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.








