મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: રાષ્ટ્રીય ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સાબરકાંઠાની 12 મહિલા ખેલાડીઓની થઈ પસંદગી

દેશના ચેન્નઈમાં 1થી 3 ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રીય ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્ન

દેશના ચેન્નઈમાં 1થી 3 ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રીય ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. ત્યારે આ યોજાનારી રાષ્ટ્રીય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા સાબરકાંઠાની 12 બહેનોની પસંદગી થઈ છે. ત્રણ દિવસ ચેન્નઈમાં આ ટૂર્નામેન્ટ યોજાશે.

સાબરકાંઠામાંથી 12 બહેનોની પસંદગી કરાઈ

સાબરકાંઠામાંથી 12 બહેનોની પસંદગીએ રાજ્યના ગૌરાવમાં વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે  પ્રદેશમાંથી કુલ 14  મહિલા ખેલાડીઓની પસંદ થઈ છે, જેમાંથી 12 સાબરકાંઠાની હોવાથી જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે. હિંમતનગરમાં યોજાયેલી ગુજરાત કક્ષાની ટુર્નામેન્ટમાં અલગ અલગ ટીમો વચ્ચે રમાયેલી સ્પર્ધામાંથી આ ખેલાડીઓની પસંદગી થઈ.

મહિલા ખેલાડીઓની તૈયારીઓમાં પરિવારજનોએ આપ્યો સાથ

33 ટીમએ ભાગ લેતી આ ટુર્નામેન્ટમાં સાબરકાંઠાની બહેનો ગુજરાતનું નામ રોશન કરશે. મહિલા ખેલાડીઓની તૈયારીઓને પરિવારજનોનો પણ સાથ આપ્યો છે.આ ઘટના નારી શક્તિની સિદ્ધિ અને સાબરકાંઠા માટે ગૌરવની ક્ષણ છે.જેના પગલે સ્થાનિક લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

આ સમાચાર શેર કરો