YouTube ભારત સહિત ઘણા દેશોમાં લાંબા સમય બાદ ફરીથી થયું શરૂં, વિશ્વભરના લાખો વપરાશકર્તાઓ મુકાયા હતા મુશ્કેલીમાં
વિશ્વના સૌથી મોટા વિડીયો પ્લેટફોર્મ youtube પર મંગળવાર રાતથી ભારે આઉટ

વિશ્વના સૌથી મોટા વિડીયો પ્લેટફોર્મ youtube પર મંગળવાર રાતથી ભારે આઉટેજ જોવા મળ્યો હતો. ભારતમાં લાખો વપરાશકર્તાઓ વેબસાઇટ અને એપ્લિકેશનને ઍક્સેસ કરવામાં અસમર્થ હતા. આઉટેજ ટ્રેકિંગ સાઇટ ડાઉનડિટેક્ટર અનુસાર, સમસ્યા યુએસમાં રાત્રે 8 વાગ્યા આસપાસ શરૂ થઈ હતી, જ્યાં 3 લાખ 20 હજારથી વધુ રિપોર્ટ નોંધાયા હતા.
ભારતમાં પણ youtube ડાઉન
ભારતમાં પણ આવી જ સ્થિતિ હતી.સવારે ભારતમાં ડાઉનડિટેક્ટર પર 18,000 થી વધુ વપરાશકર્તાઓએ સમસ્યાઓની જાણ કરી. ઘણા ભારતીય વપરાશકર્તાઓએ ફરિયાદ કરી હતી કે વિડિઓઝ ચાલી રહ્યા નથી અથવા જે સર્ચ કરીએ છીએ તેપણ દેખાઈ નથી રહ્યું. વિશ્વભરમાં પોર્ટલ માટે સેવા અને આઉટેજને ટ્રેક કરતી વેબસાઇટ ડાઉનડિટેક્ટરે પણ YouTube ના ડાઉનટાઇમનો અહેવાલ આપ્યો છે. આ સમસ્યા પોર્ટલ અને એપ્લિકેશન બંને પર આવી છે, જેના કારણે વિડિઓ સ્ટ્રીમિંગમાં નોંધપાત્ર સમસ્યાઓ ઊભી થઈ છે.ગુગલનું YouTube વિશ્વભરમાં લોકપ્રિય છે. તેનો ઉપયોગ મનોરંજનથી લઈને ભક્તિ સાંભળવા સુધી દરેક વસ્તુ માટે થાય છે. ઘણા વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ માટે પણ YouTube નો ઉપયોગ કરે છે. પરિણામે, સેવા આઉટેજને કારણે તે વપરાશકર્તાઓને નોંધપાત્ર અસુવિધા થઈ છે.
લાંબા સમય બાદ youtube વિડીયો પ્લેટફોર્મ શરૂ થયું
ભારતમાં યુટ્યુબ સેવાઓ પાછી પાટા પર આવી ગઈ છે. યુટ્યુબ પોર્ટલ યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે. આઉટેજ ટ્રેકિંગ પોર્ટલ અંગેના રિપોર્ટની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.કંપનીએ X પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું કે અમારી ઈન્ટરલ સિસ્ટમમાં સમસ્યાને કારણે, હોમપેજ, YouTube એપ્લિકેશન, YouTube Music અને YouTube Kids સહિત YouTube પર વિવિધ પ્લેટફોર્મ પર વિડિઓઝ દેખાઈ રહ્યા નહોતા.






