'તમે અમારો એક પુલ તોડ્યો, હવે વિનાશ માટે તૈયાર રહો' ; ઈરાને મધ્ય ઈસ્ટના આઠ મુખ્ય પુલોનું 'હિટ લિસ્ટ' કર્યું જાહેર
અમેરિકાએ ઈરાનના સૌથી મોટા પુલનો નાશ કરતા તેનો વળતો જવાબ આપતાં

અમેરિકાએ ઈરાનના સૌથી મોટા પુલનો નાશ કરતા તેનો વળતો જવાબ આપતાં ઇરાને મધ્ય પૂર્વ ક્ષેત્રમાં આઠ મુખ્ય પુલોની યાદી જાહેર કરી છે. અમેરિકા-ઈઝરાયલી હુમલા બાદ બદલો લેવાના સંકેત આપ્યા છે. એક અહેવાલ મુજબ ગુરુવારે ઈરાનના સૌથી ઊંચા B1 બ્રિજ ઉપર બે હુમલા કર્યા બાદ ખાડી દેશો અને જોર્ડનના કેટલાય મહત્ત્વના ગલ્ફ રાષ્ટ્રો અને જોર્ડનમાં ઘણા મુખ્ય પુલો ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) માટે સંભવિત ટાર્ગેટ થઈ શકે છે.
ઈરાની યાદીમાં ગલ્ફ ક્ષેત્રમાં આઠ પુલોનો સમાવેશ થાય છે: કુવૈતનો શેખ જાબેર અલ-અહમદ અલ-સબાહ સમુદ્રી પુલ, UAEનો શેખ ઝાયેદ બ્રિજ, અલ મક્તા બ્રિજ અને શેખ ખલીફા બ્રિજ; સાઉદી અરેબિયાને બહેરીન સાથે જોડતો કિંગ ફહદ કોઝવે તેમજ જોર્ડનનો કિંગ હુસૈન બ્રિજ, દામિયા બ્રિજ અને અબ્દુન બ્રિજ.
ઈરાનના સૌથી ઊંચા પુલ પર અમેરિકાનો હુમલો
ગુરુવારે કરવામાં આવેલા અમેરિકી-ઈઝરાયલી હુમલામાં મધ્ય પૂર્વના સૌથી ઊંચો પુલ ક્ષતિગ્રસ્ત થયો છે. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવાઈ હુમલો કરીને ઈરાનને પાષાણ યુગમાં પાછા ધકેલવાની ચેતવણી આપ્યાના થોડા સમય પછી થયો હતો. 136 મીટર ઊંચો B1 બ્રિજ હજુ પણ નિર્માણાધીન હતો અને તેહરાનને પશ્ચિમી શહેર કારાજ સાથે જોડવાનો હતો.અલ્બોર્ઝ પ્રાંતના ડેપ્યુટી ગવર્નર - ઘોદ્રતોલ્લાહ સૈફે કહ્યું કે, આ હુમલામાં 8 લોકોના મોત થયા છે અને 95 જણા ઘાયલ થયા છે.
ટ્રમ્પે વિડીયો ફૂટેજ જાહેર કર્યા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલમાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં હુમલા પછી પુલનો મોટો ભાગ તૂટી પડતો જોવા મળે છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાનથી 35 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં સ્થિત B1 બ્રિજ પરથી ધુમાડો નીકળતો દર્શાવતા ફૂટેજ પણ પોસ્ટ કરીને ચેતવણી આપી હતી. જો ઈરાન પાંચ અઠવાડિયાથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે વાટાઘાટોના ટેબલ પર નહીં આવે, તો તેનાથી પણ મોટો વિનાશ થશે. ટ્રમ્પે કહ્યું, "ઈરાનનો સૌથી મોટો પુલ તૂટી ગયો છે; તેનો હવે ઉપયોગ કરી નહીં શકાય. ઈરાન માટે સોદો કરવાનો સમય આવી ગયો છે
ઈરાનના વિદેશ મંત્રીનું નિવેદન
એક પોસ્ટમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે અધૂરા પુલો સહિત નાગરિક માળખા પર હુમલો કરવાથી ઈરાની લોકોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડશે નહીં. આ તો માત્ર બોખલાયેલા દુશ્મનની હાર અને મનોબળના પતનને દર્શાવે છે.








