પુતિનથી નારાજ ટ્રમ્પના આદેશથી શું પેટ્રોલ-ડિઝલની કિંમતો પર થશે અસર? ભારત પાસે શું છે વિકલ્પ
અમેરિકાએ રશિયન ક્રૂડ ઓઈલ કંપની રોસનેફ્ટ અને લુકોઈલ પર કડક પ્રતિબંધો લગાવીને વૈશ્વિક ઊ

અમેરિકાએ રશિયન ક્રૂડ ઓઈલ કંપની રોસનેફ્ટ અને લુકોઈલ પર કડક પ્રતિબંધો લગાવીને વૈશ્વિક ઊર્જા માર્કેટમાં ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકાએ યુક્રેન યુદ્ધમાં ફન્ડિંગ રોકવાના નામે આ પ્રતિબંધ લાદ્યા છે. જોકે તેની સૌથી વધુ અસર ભારત પર થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. કારણ કે ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 35-40 ટકા ક્રૂડ ઓઈલ રશિયા પાસેથી આયાત કરે છે.
અમેરિકાએ સંકટ વધાર્યું, ભારત પાસે અનેક વિકલ્પ
ભારત વર્ષ 2022થી મોટા પ્રમાણમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે છે. રશિયા ભારતને સસ્તામાં ક્રૂડ ઓઈલ આપી રહ્યું છે, જેના કારણે ભારતને અબજો ડૉલરની બચત થઈ છે. જોકે હવે અમેરિકાએ બે રશિયન ક્રૂડ ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ લાદતા ભારતની ઊર્જા સુરક્ષા સંકટમાં મુકાઈ શકે છે. પરંતુ આ સંકટ ટાળવા ભારત પાસે વિકલ્પો ઉપાય છે.
ટ્રમ્પે પ્રતિબંધની કરી હતી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) બંને રશિયાની સૌથી મોટી બે ક્રૂડ ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ પ્રતિબંધથી રશિયન સંપત્તિઓને નુકસાન થશે અને તે કંપનીઓ અન્ય દેશોની કંપનીઓ સાથે વેપાર પણ નહીં કરી શકે. યુરોપીયન સંઘે પણ અમેરિકા જેવો નિર્ણય લઈને રશિયન ક્રૂડ ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે.
પ્રતિબંધના કારણે ભારતને થઈ શકે છે મોટું નુકસાન
ભારતની વાત કરી એ તો ભારત રશિયા પાસેથી દૈનિક 1.5થી 1.7 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરે છે, જે ભારતની જરૂરીયાતનો 35થી 40 ટકા છે. આ પ્રતિબંધના કારણે ભારતમાં થતી આયાતમાં 40-50 ટકાનો કપાત થઈ શકે છે અને વાર્ષિક બેથી ત્રણ બિલિયિન ડૉલરનું નુકસાન થઈ શકે છે. જો તેલ આયાતનો ખર્ચ વધશે તો ફુગાવો વધી શકે છે અને પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં પાંચથી સાત ટકાનો વધારો થઈ શકે છે, જેની અસર ગ્રાહકો પર પડી શકે છે. આના કારણે દેશની જીડીપી પર 0.2થી 0.5 ટકાની નકારાત્મક અસર પડી શકે છે. આ ઉપરાંત ઊર્જા ખર્ચ વધવાના કારણે ઉદ્યોગો અને પરિવહનને પણ અસર પડશે.








