મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઈતિહાસ બની જશે તેહરાન? પાણીની અછતને પગલે રાષ્ટ્રપતિએ 'શહેર છોડવાની' આપી ચેતવણી

ઈરાનની રાજધાની તેહરાન જે વિશ્વના સૌથી જૂના અને 1 કરોડથી વધુની વસ્તી

ઈતિહાસ બની જશે તેહરાન? પાણીની અછતને પગલે રાષ્ટ્રપતિએ 'શહેર છોડવાની' આપી ચેતવણી

ઈરાનની રાજધાની તેહરાન જે વિશ્વના સૌથી જૂના અને 1 કરોડથી વધુની વસ્તી ધરાવતા શહેરોમાંનું એક છે, તે આજે પાણીની સૌથી મોટી મુસીબતનો સામનો કરી રહ્યું છે. સરકારે ચેતવણી આપી છે કે જો વરસાદ નહીં પડે તો પાણીનું રેશનિંગ શરૂ થઈ જશે. રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને તો ત્યાં સુધી કહ્યું છે કે જો ડિસેમ્બર સુધી દુષ્કાળ રહેશે, તો તેહરાનને ખાલી કરાવવું પડી શકે છે.

પાણીની અછત આટલી ગંભીર કેમ બની?

તેહરાનમાં પાણી લગભગ ખતમ થવાના આરે છે. મુખ્ય જળાશય એવા અમીર કબીર બંધનું જળાશય ગયા વર્ષની સરખામણીમાં માત્ર છઠ્ઠો ભાગ જ બચ્યું છે. અડધાથી વધુ પ્રાંતોમાં મહિનાઓથી વરસાદ નથી પડ્યો. સરકાર રાત્રે નળ બંધ કરવાની યોજના બનાવી રહી છે, જેથી જળાશયો ભરી શકાય. પરંતુ વાસ્તવિકતા એ છે કે મોટા ભાગના બંધ સુકાઈ ગયા છે. એક અધિકારીએ તો ચેતવણી આપી છે કે જો સ્થિતિ નહીં સુધરે તો બે અઠવાડિયામાં પીવાનું પાણી પણ ખતમ થઈ શકે છે.

રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે કે જો નવેમ્બરના અંત સુધીમાં વરસાદ નહીં આવે તો પાણીનું રેશનિંગ કરવું પડશે, અને જો ડિસેમ્બર સુધી દુષ્કાળ રહેશે તો શહેર છોડવું પડશે. ઈરાન દાયકાઓના સૌથી ખરાબ દુષ્કાળમાંથી પસાર થઈ રહ્યું છે.

આ સંકટના મૂળ ક્યાં છે? કારણો શું છે?

સરકાર આ માટે આબોહવા પરિવર્તન (Climate Change)ને જવાબદાર ગણાવી રહી છે, જ્યાં તાપમાન 50 ડિગ્રીથી ઉપર જઈ રહ્યું છે અને વરસાદની ભારે અછત છે. જોકે, નિષ્ણાતો માને છે કે આ અડધું સત્ય છે, અસલી સમસ્યા માનવસર્જિત છે.

પાણીનો ખોટો ઉપયોગ

ઈરાનમાં 90 ટકાથી વધુ પાણી ખેતી પાછળ ખર્ચાય છે. ખેડૂતો જૂની પદ્ધતિઓ અપનાવીને ડાંગર અને ઘઉં જેવા વધારે પાણીની જરૂરિયાતવાળા પાકો ઉગાડે છે. જાયદેંહ રૂદ જેવી નદીઓ હવે માત્ર મોસમી પ્રવાહ બની ગઈ છે. બંધોના નિર્માણથી નદીઓનો પ્રવાહ બગડ્યો છે.

કૂવા ખોદવા અને પમ્પિંગ:

ઈરાને તેલની જેમ અસંખ્ય કૂવાઓ ખોદ્યા છે, જેના કારણે ભૂગર્ભ જળનો એટલો ઉપયોગ થયો છે કે તે હવે રિચાર્જ થઈ શકતું નથી.

શહેરોમાં ઝડપી બાંધકામ અને વધતી વસ્તી માટે પાણીની કોઈ યોગ્ય યોજના ન બની, જેથી તેહરાન જેવા શહેરોમાં પાણીની માંગ બમણી થઈ ગઈ.

સરકારી બેદરકારી:

સરકારે વર્ષો સુધી સમસ્યાને અણદેખી કરી. બંધોનું નિર્માણ વિચાર્યા વગર કર્યું. આબોહવા પરિવર્તનને ગંભીરતાથી ન લીધું. નિષ્ણાતો આને 'આત્મઘાતી વ્યવસ્થાપન' ગણાવે છે.

હવે સરકાર શું કરી રહી છે?

ઈરાન હવે હતાશ છે અને તેના પડોશી દેશો – અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન પાસેથી પાણી માંગી રહ્યું છે, જે તેની મજબૂરી દર્શાવે છે. તેહરાનમાં રાત્રિના સમયે નળ બંધ કરવામાં આવશે.

કેટલાક વિસ્તારોમાં પાણીની કાપ પહેલેથી જ શરૂ 

નિષ્ણાતો ચેતવણી આપે છે કે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.  પાણી બચાવો અભિયાન, નવી તકનીકો અને યોગ્ય નીતિઓ. પરંતુ જો ડિસેમ્બર સુધી વરસાદ ન આવે, તો તેહરાનની વાર્તા ઇતિહાસ બની શકે છે

આ સમાચાર શેર કરો