મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

જંગના ભણકારા! વેનેઝુએલા પર ટ્રમ્પના હુમલા બાદ રશિયાએ સમુદ્રમાં ઉતારી નૌસેના

એટલાન્ટિક મહાસાગરમાં એક ઓઇલ ટેન્કરને જહાજને લઈને અમેરિકા અને રશિયા વચ્ચે સંભવિત મુકાબલો થઈ

જંગના ભણકારા! વેનેઝુએલા પર ટ્રમ્પના હુમલા બાદ રશિયાએ સમુદ્રમાં ઉતારી નૌસેના

એટલાન્ટિક મહાસાગરમાં એક ઓઇલ ટેન્કરને જહાજને લઈને અમેરિકા અને રશિયા વચ્ચે સંભવિત મુકાબલો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મળતી માહિતી મુજબ રશિયાએ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં એક ઓઇલ ટેન્કર મરીનેરાને સુરક્ષિત રાખવા માટે નૌકાદળના જહાજો અને સબમરીન તૈનાત કર્યા છે. ટેન્કર હાલમાં ખાલી છે. યુએસ સૈન્ય ટેન્કરને ટ્રેક કરી રહ્યું છે. અને સંભવિત રીતે તેને જપ્ત કરવાની યોજના બનાવી રહ્યું છે.

જહાજનું નામ બદલાયું
ટેન્કર અગાઉ બેલા 1 તરીકે ઓળખાતું હતું. ડિસેમ્બર 2025માં કેરેબિયનમાં યુએસ કોસ્ટ ગાર્ડે તેને અટકાવાના પ્રયાસો કર્યા હતા કારણ કે તે અમેરિકી નિયમોનું ઉલ્લંઘ કરી રહી તી. ક્રૂએ બોર્ડિંગ કરવાની ના પાડતા જહાજનો રૂટ બદલીને તેનું નામ મરીનેરા રાખવામાં આવ્યું. જહાજમાં રશિયન ઝંડો લગાવી, તેનું નામ રશિયન રજિસ્ટ્રીમાં નોંધાયું. નિષ્ણાતોના મતે IMO નંબર અને માલિકીના હકના આધારે અમેરિકા કાર્યવાહી કરી શકે છે, ધ્વજ બદલવાથી બહુ ફરક પડતો નથી.

યુએસ કાર્યવાહી અને ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડિસેમ્બર 2025 માં વેનેઝુએલામાં આવતી- જતી પ્રતિબંધિત તેલ ટેન્કરો પર સંપૂર્ણ નાકાબંધીનો આદેશ આપ્યો હતો. વેનેઝુએલાએ આને ચાંચિયાગીરી ગણાવી હતી. ટ્રમ્પે વારંવાર વેનેઝુએલાની સરકાર પર જહાજો દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં ડ્રગ્સની દાણચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના નિકોલસ માદુરોની ધરપકડના થોડા દિવસો પછી બની હતી. 3 જાન્યુઆરી, 2026 ના રોજ, યુએસ દળોએ કારાકાસમાં લશ્કરી કાર્યવાહી હાથ ધરીને માદુરો અને તેની પત્નીને પકડી લીધા. જેમનું ન્યૂ યોર્ક પ્રત્યાર્પણ કરવામાં આવ્યા જ્યાં તેમના પર ડ્રગની હેરફેર અને આતંકવાદ સંબંધિત આરોપોનો સામનો કરી રહ્યા છે.

શું છે વર્તમાન પરિસ્થિતિ

હાલની પરિસ્થિતિ (7 જાન્યુઆરી, 2026 ના રોજ) એ છે કે મરીનેરા યુરોપથી લગભગ 2,000 કિમી પશ્ચિમમાં સ્કોટલેન્ડ અને આઇસલેન્ડ વચ્ચે ઉત્તર એટલાન્ટિકમાં છે. એક અમેરિકી અધિકારીના જણાવ્યા મુજબ તેઓ જહાજ પર હુમલાની યોજના બનાવી રહ્યા છે. તેને ડૂબાડવાને બદલે તેને કબજે કરવાનું પસંદ કરશે. યુએસ સધર્ન કમાન્ડે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે તેઓ પ્રતિબંધિત જહાજો વિરુદ્ધ કાર્યવાહી કરવા તૈયાર છે. રશિયાએ કહ્યું, તેઓ ચિંતાપૂર્વક પરિસ્થિતિની સમિક્ષા કરી રહ્યા છે. જહાજ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરી રહ્યું છે. 

આ સમાચાર શેર કરો