મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના ભણકારા? તેહરાનની ચેતવણી બાદ કતારમાં ખાલી કરાવાયું યુએસ એરબેઝ

ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ એક ખતરનાક વળાંક પર પહોંચી રહ્યો હોય તેવું લાગે છે. ઈરાનમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો પર

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના ભણકારા? તેહરાનની ચેતવણી બાદ કતારમાં ખાલી કરાવાયું યુએસ એરબેઝ

ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ એક ખતરનાક વળાંક પર પહોંચી રહ્યો હોય તેવું લાગે છે. ઈરાનમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો પર ચાલી રહેલા હિંસક કાર્યવાહી અને યુએસ હસ્તક્ષેપની સંભાવનાને કારણે પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે.ઈરાને યુએસ અને તેના સાથી દેશોને કડક ચેતવણી આપવાને કારણે કતારમાં યુએસના સૌથી મોટા લશ્કરી એરબેઝમાંથી કેટલાક કર્મચારીઓને હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. 

રોઇટર્સના અહેવાલ મુજબ, એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ જણાવ્યું હતું કે, જો વોશિંગ્ટન ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોના સમર્થનમાં લશ્કરી રીતે હસ્તક્ષેપ કરશે, તો પ્રદેશમાં યુએસ બેઝ ઉપર બદલો લેવામાં આવશે. ઈરાને સ્પષ્ટપણે કહ્યું છે કે સાઉદી અરેબિયા, યુએઈ, તુર્કી અને કતાર જેવા દેશોમાં યુએસ લશ્કરી બેઝને પણ અસર થશે.

ત્રણ રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, કતારમાં યુએસ અલ-ઉદેદ એરબેઝમાંથી કેટલાક લશ્કરી અને નાગરિક કર્મચારીઓને બુધવાર સાંજ સુધીમાં ત્યાંથી હટી જવાની સૂચના આપવામાં આવી છે. જો કે આ આ સંપૂર્ણ "ખાલી કરવાનો આદેશ" નથી, પરંતુ એક પોશ્ચર ચેન્જ અર્થાત  સતર્કતાના સ્તરમાં ફેરફાર છે. ગયા વર્ષે ઈરાનના મિસાઈલ હુમલા પહેલા જોવા મળ્યું હતું તેમ મોટા પાયે સૈનિકો પાછા ખેંચવાના કોઈ સંકેત હજુ સુધી નથી.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ઈરાનને ધમકી આપી રહ્યા છે. જો ઈરાનમાં વિરોધીઓને ફાંસી આપવામાં આવે છે અથવા હિંસા ચાલુ રહેશે તો અમેરિકા ખૂબ જ કડક કાર્યવાહી કરશે. ટ્રમ્પે ઈરાનીઓને શેરીઓમાં રહેવા અને સંસ્થાઓ પર કબજો કરવા માટે પણ અપીલ કરતા કહ્યું છે કે મદદ રસ્તામાં છે. 

ઈરાનના વિરોધ પ્રદર્શનોમાં 2,600 લોકો મૃત્યુ પામ્યા 

માનવ અધિકાર સંગઠનો અનુસાર, ઈરાનમાં તાજેતરના વિરોધ પ્રદર્શનો દરમિયાન અત્યાર સુધીમાં આશરે 2,600 લોકો મૃત્યુ પામ્યા છે. આને ઘણા વર્ષોમાં ઇસ્લામિક શાસન સામેનો સૌથી મોટો વિરોધ માનવામાં આવે છે. એક ઇઝરાયલી અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ વહીવટીતંત્રે હસ્તક્ષેપ કરવાનો નિર્ણય લીધો છે, જોકે સમયમર્યાદા અને અવકાશ હજુ સ્પષ્ટ નથી. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચી અને અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ વચ્ચે સીધી વાતચીત સ્થગિત કરવામાં આવી છે, જેના કારણે તણાવ વધુ વધ્યો છે.

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સુરક્ષા મંત્રીમંડળને પણ પરિસ્થિતિની ગંભીરતા અંગે માહિતી આપવામાં આવી છે. ગયા વર્ષે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના 12 દિવસના યુદ્ધમાં અમેરિકાએ પણ ભાગ લીધો હતો.  

આ સમાચાર શેર કરો