VIDEO/ હિજાબનો કડકાઈથી અમલ કરાવતા ઇરાનમાં આ મહિલા કપડાં ઉતારી ફરવા લાગી, જાણો કેમ
ઈરાનમાં મહિલાઓના કપડાંને લઈને કડક નિયમો છે. અહીં હિજાબ ન પહેરવા પર આકરી સજા છ

ઈરાનમાં મહિલાઓના કપડાંને લઈને કડક નિયમો છે. અહીં હિજાબ ન પહેરવા પર આકરી સજા છે. આવા કટ્ટર રૂઢિચુસ્ત દેશનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આમાં એક મહિલા પોતાના કપડા ઉતારીને બધાની સામે ફરતી જોઈ શકાય છે. તે માત્ર ઇનરવેરમાં જ ફરી રહી હતી. ઈરાનની એક યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીએ હિજાબના વિરોધમાં કપડાં ઉતારીને પ્રદર્શન કર્યું. યુનિવર્સિટી પ્રશાસનનું કહેવું છે કે યુવતી માનસિક દબાણમાં હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઈરાનની ઈસ્લામિક આઝાદ યુનિવર્સિટીમાં શનિવારે આ ઘટના બની હતી. એક વિદ્યાર્થિનીએ પોતાના કપડા ઉતાર્યા અને બધાની સામે ચાલવા લાગી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે ઇસ્લામિક ડ્રેસ કોડનો વિરોધ કરવા માટે આવું કર્યું હતું.
યુનિવર્સિટીએ કહ્યું- વિદ્યાર્થિની ગંભીર માનસિક દબાણમાં હતી
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વિડિયોમાં ઈસ્લામિક આઝાદ યુનિવર્સિટીની એક શાખાના સુરક્ષાકર્મીઓ વિદ્યાર્થિનીને અટકાયતમાં લેતો દેખાય છે. યુનિવર્સિટીના પ્રવક્તા અમીર મહજોબે એક્સ પર જણાવ્યું હતું કે, "તે પોલીસ સ્ટેશનમાં ગંભીર માનસિક દબાણ હેઠળ હોવાનું જાણવા મળ્યું હતું. તેને માનસિક વિકૃતિ હતી."
આ પણ વાંચો : ઈઝરાયલના હવાઈ હુમલા વચ્ચે ઈરાનમાં ગોળીબાર, 10 સૈનિકોના મોત
મહિલાને મગજની સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી
તે જ સમયે, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું છે કે વિદ્યાર્થિનીએ પોતાનો વિરોધ નોંધાવવા માટે જાણી જોઈને આવું કર્યું હતું. વિદ્યાર્થિનીની ધરપકડ કર્યા બાદ તેનું શું થયું તે જાણી શકાયું નથી. સ્થાનિક અખબાર 'હમશહરી'એ તેની વેબસાઈટ પર કહ્યું: "એક જાણકાર સ્ત્રોતે કહ્યું છે કે વિદ્યાર્થિનીને ગંભીર માનસિક સમસ્યાઓ છે. તપાસ બાદ, તેને માનસિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે."
સપ્ટેમ્બર 2022 માં, એક યુવાન ઈરાની કુર્દિશ મહિલાનું નૈતિકતા પોલીસની કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. હિજાબના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. માર મારવાને કારણે મહિલાનું મોત થયું હતું. આ પછી સમગ્ર ઈરાનમાં વિરોધ થયો હતો. સુરક્ષા દળોએ બળવાને હિંસક રીતે દબાવી દીધો.








