ઈઝરાયલના હવાઈ હુમલા વચ્ચે ઈરાનમાં ગોળીબાર, 10 સૈનિકોના મોત
ઈઝરાયલે ઈરાન પર કરેલા હવાઈ હુમલા વચ્ચે વધુ એક હુમલાથી ઈરાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રા

ઈઝરાયલે ઈરાન પર કરેલા હવાઈ હુમલા વચ્ચે વધુ એક હુમલાથી ઈરાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતના તુફ્તાન વિસ્તારમાં ફાયરિંગની એક ઘટના સામે આવી છે. અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ઈરાનની ફારાજા ફોર્સના 10 સૈનિકો માર્યા ગયા છે.
અત્યાર સુધીમાં અધિકારીઓએ હુમલાને લઈને કોઈપણ શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી નથી. અને આ હુમલાની હજુ સુધી કોઈપણ સંગઠને જવાબદારી સ્વીકારી નથી. શનિવાર રાત્રે ઈઝરાયલે ઈરાનની સૈન્ય મથકો પર હુમલો કર્યો હતો. જેમાં અત્યાર સુધીમાં 2 લોકોના મૃત્યુ થયાની પુષ્ટી કરવામાં આવી છે.
ઈરાનના સૌથી સંવેદનશીલ વિસ્તારમાં થયો હુમલો
સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંત ઈરાનના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાંનો એક છે. જ્યાં લાંબા સમયથી વંશીય અને રાજકીય હિંસા થઈ રહી છે. આ પ્રદેશમાં બલૂચ અલગતાવાદીઓ અને ધાર્મિક ઉગ્રવાદીઓના સંઘર્ષના અવારનવાર અહેવાલો સામે આવતા હોય છે. જે ઈરાની સરકાર માટે સમસ્યાઓ ઊભી કરે છે.






