મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ટ્રમ્પ સરકારને કોર્ટનો મોટો ઝટકો! કરદાતાઓના લાખો ડોલરથી ચાલતી ટીવી જાહેરાત અભિયાન પર રોકનો આદેશ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના વહીવટીતંત્રને કાનૂની મોરચે મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂયોર્કની ફેડરલ અદાલતે (Federal Court) કરદાતાઓના નાણાંથી ચલાવવામાં આવતી બાકી રહેલી ટીવી જાહેરાતો રદ કરવાનો આદેશ આપ્યો છે.

ટ્રમ્પ સરકારને કોર્ટનો મોટો ઝટકો! કરદાતાઓના લાખો ડોલરથી ચાલતી  ટીવી જાહેરાત અભિયાન પર રોકનો આદેશ
ટ્રમ્પ સરકારને કોર્ટનો મોટો ઝટકો! કરદાતાઓના લાખો ડોલરથી ચાલતી ટીવી જાહેરાત અભિયાન પર રોકનો આદેશ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના વહીવટીતંત્રને કાનૂની મોરચે મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂયોર્કની ફેડરલ અદાલતે (Federal Court) કરદાતાઓના નાણાંથી ચલાવવામાં આવતી બાકી રહેલી ટીવી જાહેરાતો રદ કરવાનો આદેશ આપ્યો છે. આ જાહેરાતોમાં સરકારી નાણાંનો કથિત રીતે રાજકીય સંદેશ ફેલાવવા માટે ઉપયોગ થતો હોવાના આક્ષેપ સાથે વિવિધ સંગઠનોએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

કોર્ટનો વચગાળાનો આદેશ, બાકી જાહેરાતો રદ કરવાનો નિર્દેશ

અહેવાલ અનુસાર, ન્યૂયોર્કની અમેરિકી જિલ્લા અદાલતનાં ન્યાયાધીશ જેનિફર એલ. રોચોને (Jennifer L. Rochon) બિનપક્ષીય સંગઠન ‘કોમન કોઝ’ (Common Cause) સહિતનાં જૂથોની અરજી પર સુનાવણી કરતાં વચગાળાનો પ્રતિબંધ (Interim Injunction) મૂક્યો હતો. આદેશમાં રવિવારની રાત્રે પ્રસારિત થનારી જાહેરાતો સહિત બાકી રહેલી તમામ જાહેરાતો રદ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

કરદાતાઓના 20 મિલિયન ડોલર ખર્ચવાનો આક્ષેપ

અરજદારોનો આરોપ છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર પોતાના રાજકીય સંદેશને પ્રોત્સાહન આપવા માટે કરદાતાઓના લાખો ડોલરનો ઉપયોગ કરી રહ્યું છે. તેમના મતે, સરકારી નાણાંનો આ પ્રકારનો ઉપયોગ કાયદાકીય મર્યાદાઓનું ઉલ્લંઘન હોઈ શકે છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ, અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગે (Department of Homeland Security) આ જાહેરાતો પાછળ 20 મિલિયન ડોલર ખર્ચ્યા હતા. કાનૂની નિષ્ણાતોના મતે, કોંગ્રેસ દ્વારા મંજૂર કરવામાં આવેલા નાણાંનો ઉપયોગ પ્રચાર કે રાજકીય પ્રોપેગેન્ડા (Propaganda) માટે ન થવો જોઈએ. જોકે, કથિત ગેરરીતિ અંગે અંતિમ કાનૂની નિષ્કર્ષ તપાસ અને ન્યાયિક પ્રક્રિયા પર આધારિત રહેશે.

ટ્રમ્પ વહીવટીતંત્રે શું દલીલ કરી?

ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી દલીલ કરવામાં આવી હતી કે જાહેરાત અભિયાન (Advertising Campaign) ટૂંક સમયમાં પૂર્ણ થવાનું હતું. તેમ છતાં, અદાલતે બાકી જાહેરાતો રદ કરવાનો આદેશ આપ્યો છે.

બીજી તરફ, વ્હાઇટ હાઉસે (White House) આ જાહેરાતોનો બચાવ કરતાં તેને જનસેવા સંદેશ (Public Service Messages) ગણાવ્યા હતા. વહીવટીતંત્રનું કહેવું હતું કે અગાઉની સરકારો પણ પોતાની નીતિઓને પ્રોત્સાહન આપવા આવા પ્રયાસો કરતી રહી છે.

આ આદેશથી ટ્રમ્પ સરકારના જાહેરાત અભિયાન પર તાત્કાલિક અસર પડવાની શક્યતા છે. મામલો સરકારી ભંડોળના ઉપયોગ અને રાજકીય પ્રચાર વચ્ચેની કાનૂની મર્યાદાઓ અંગે નવી ચર્ચા જગાવી શકે છે.

આ સમાચાર શેર કરો