મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ઈરાન લશ્કરી રીતે સંપૂર્ણ રીતે સમાપ્ત, અમે તેમની પરમાણુ ક્ષમતાઓને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી

ઈરાન સાથેની વાટાઘાટોમાં યુ.એસ. વહીવટનું પ્રતિનિધિત્

ઈરાન સાથેની વાટાઘાટોમાં યુ.એસ. વહીવટનું પ્રતિનિધિત્વ કરનારા વ્યક્તિઓ વિશે બોલતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ મામલે મેં જેડી (વેન્સ) સામેલ કર્યા છે, માર્કો, જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ સામેલ છે. તો બીજી તરફ આ વાટાઘાટોમાં હું પણ સામેલ છું.  જો ઈરાન પાસે પરમાણુ હથિયાર હોત, તો તેઓ તેનો ઉપયોગ કરી ચૂક્યા હોત. જો મેં મારા પહેલા કાર્યકાળ દરમિયાન તે ભયંકર ઈરાન પરમાણુ કરાર  (બરાક હુસૈન ઓબામા)  રદ ન કર્યો હોત, તો તેઓ ત્રણ કે ચાર વર્ષ પહેલાં પરમાણુ શસ્ત્ર મેળવી ચૂક્યા હોત. અને તેઓ તેનો ઉપયોગ પણ કરી ચૂક્યા હોત. અમે તેમની પરમાણુ ક્ષમતાઓને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે.

ઈરાન સાથે શાંતિ વાટાઘાટો સફળ થશે તેવી તેમને કેટલી આશા

વ્હાઈટ હાઉસમાં એક પત્રકારે પૂછ્યું કે ઈરાન સાથે શાંતિ વાટાઘાટો સફળ થશે તેવી તેમને કેટલી આશા છે તે અંગે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે લાગે છે કે આપણે તેમને સમાપ્ત કરી દઈશું કે નહીં તે હું તમને ખાતરીપૂર્વક કહી શકતો નથી. પણ આપણે આ યુદ્ધ જીતી ગયા છીએ.સાચે જ આપણા વિમાન તહેરાન અને તેમના દેશના અન્ય ભાગો પર ઉડી રહ્યા છે, તેના વિશે પણ તેઓ કંઈપણ નથી કરી શકતા.  ઉદાહરણ તરીકે, જો હું તે પાવર પ્લાન્ટને તોડી પાડવા માંગુ છું, તો તેઓ તેના વિશે કંઈ કરી શકતા નથી.તેઓ સંપૂર્ણપણે પરાજિત થયા છે. લશ્કરી રીતે તેઓ સંપૂર્ણ રીતે સમાપ્ત થયા છે.

વાતચીત ચાલુ; સમજૂતીની આશા

ટ્રમ્પે જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે અને બીજો પક્ષ સમાધાન શોધી રહ્યો છે. ટ્રમ્પના મતે, ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અને તેની મોટાભાગની મિસાઈલોને પહેલાથી જ નિષ્ક્રિય કરવામાં આવી છે. તેમણે એ પણ ખુલાસો કર્યો કે અમેરિકા એક મોટા વીજ ઉત્પાદન પ્લાન્ટને નિશાન બનાવવાની તૈયારી કરી રહ્યું હતું, પરંતુ ચાલી રહેલી વાટાઘાટોને ધ્યાનમાં રાખીને, તે કામગીરી હાલ માટે મુલતવી રાખવામાં આવી છે. તેમણે સંકેત આપ્યો કે જો વાટાઘાટો સફળ થશે, તો પરિસ્થિતિમાં વધુ બગાડ ટાળી શકાય છે.

ટ્રમ્પે સાઉદી અરેબિયા, યુએઈ અને કતારની પ્રશંસા કરી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને કતારની પ્રશંસા કરી છે. ટ્રમ્પે ટિપ્પણી કરી હતી કે આ ગલ્ફ રાષ્ટ્રોએ મિસાઈલ અને ડ્રોન હુમલાઓનો સામનો કરતી વખતે પણ પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં ઉત્તમ કાર્ય કર્યું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, ઈરાને ઘણા ગલ્ફ દેશોને નિશાન બનાવ્યા છે, જેના કારણે આ ક્ષેત્રમાં તણાવ વધી રહ્યો છે. આ હોવા છતાં, ટ્રમ્પે નોંધ્યું હતું કે સાઉદી અરેબિયા, યુએઈ અને કતારએ સંયમ અને સહયોગ દ્વારા દર્શાવવામાં આવેલો અભિગમ અપનાવ્યો છે.

મધ્ય-પૂર્વમાં યુદ્ધવિરામ અંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને ઈરાને ફગાવ્યા

મધ્ય-પૂર્વમાં યુદ્ધવિરામ અંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને ફગાવી દેતા ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેરી ગલીબાફે પ્રમુખ ટ્રમ્પ પર બજારમાં હેરાફેરી માટે ખોટા સમાચાર ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમેરિકા અને ઈઝરાયેલે તેમની રણનીતિક નિષ્ફળતા પરથી ધ્યાન હટાવવા અને બજારોમાં હેરાફેરી કરવા માટે યુદ્ધવિરામના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. ઈરાને અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાટાઘાટો કરી નથી.

ટ્રમ્પનો આશય નાણાકીય અને ઓઈલ બજારોમાં હેરાફેરી કરવાનો અને અમેરિકા-ઈઝરાયેલને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બચાવવાનો છે. તહેરાન યુનિવર્સિટીના પ્રોફેસર સૈયદ મોહમ્મદ મરાંદીએ કહ્યું કે, દરેક સપ્તાહે બજાર ખૂલે છે ત્યારે ટ્રમ્પ આ પ્રકારના નિવેદનો આપે છે, જેથી ઓઈલના ભાવ ઘટે. ટ્રમ્પની પાંચ દિવસની સમય મર્યાદા પણ ઊર્જા બજારોના બંધ થવા સાથે મેળ ખાય છે. હકીકતમાં અમેરિકા-ઈરાન વચ્ચે કોઈ વાટાઘાટો ચાલતી નથી અને ટ્રમ્પ પાસે હોર્મુઝની ખાડીને ફરીથી ખોલવાની ક્ષમતા નથી. ઈરાનની આકરી ધમકી પછી ટ્રમ્પે પીછેહઠ કરવા મજબૂર થવું પડયું છે.

આ સમાચાર શેર કરો