ટ્રમ્પે ભારત પર લાદેલા ટેરિફ સામે અમેરિકન સાંસદે વિરોધ દર્શાવતા કહ્યું...
અમેરિકાના વરિષ્ઠ સાંસદ Gregory Meeksએ રશિયન ક્રૂડની આયાતના કારણે ભારત પર લાદવામાં આવેલા ટ્રમ્પના ટે

અમેરિકાના વરિષ્ઠ સાંસદ Gregory Meeksએ રશિયન ક્રૂડની આયાતના કારણે ભારત પર લાદવામાં આવેલા ટ્રમ્પના ટેરિફની ભારે ટીકા કરી છે. ડેમોક્રેટ સિનેટર Gregory Meeksએ જણાવ્યું કે, અમેરિકાના પ્રમુખની આ ડ્યુટી સંબંધિત હતાશા, વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે એક મજબૂત પાર્ટનરશીપ બનાવવા માટે બે દાયકાથી ચાલી રહેલા પ્રયાસોમાં રોડા નાખી શકે છે.
વિદેશ નીતિ સંબંધિત કાયદો બનાવતા ગ્રૂપ માટે જવાબદાર સદનની સમિતિ અનુસાર મિક્સે કહ્યું કે, અમારી વચ્ચે ગાઢ વ્યૂહનીતિ, અને લોકો વચ્ચે આર્થિક રીતે ગાઢ સંબંધ છે. ચિંતાઓનું સમાધાન અમારા લોકશાહી મૂલ્યો અનુસાર એકબીજાના સન્માન સાથે થવુ જોઈએ. કોઈનું પણ અપમાન કે કોઈને પણ અન્યાય થવો જોઈએ નહી.
ભારત પર 50% ટેરિફ
ટ્રમ્પે ભારત પર એક-પછી-એક એમ બે વખત 25% ટેરિફ લાદ્યો છે. તેમજ વેપાર મંત્રણા પર અટકાવી દીધી છે. 4 ઓગસ્ટના રોજ વધારાનો 25% ટેરિફ લાદવાની સાથે ચેતવણી આપી છે કે, તે રશિયા પાસેથી ભારતના ક્રૂડની ખરીદી પર ટેરિફ લગાવશે. ભારતે ટ્રમ્પના આ પગલાંને અયોગ્ય અને ગેરવાજબી ગણાવ્યું છે. તથા વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, સરકાર પોતાના રાષ્ટ્રના હિતોની રક્ષા માટે જરૂરી પગલાં લેશે. ટ્રમ્પે આ ટેરિફ લાદવા પાછળનું કારણ રશિયા સાથે ક્રૂડ સહિતના વેપાર સંબંધો ચાલુ રાખવાનું ગણાવ્યું હતું. નવા દરો લાગુ કર્યા પહેલાં વોશિંગ્ટને સેમિકંડક્ટરની આયાત પર 100% ડ્યુટી લાદી હતી.
અમેરિકન સાંસદે આપ્યું મહત્ત્વનું નિવેદન
અમેરિકા અને ભારત વચ્ચે ગાઢ વેપાર સંબંધ છે. બંને દેશો એકબીજા માટે મહત્ત્વ ધરાવે છે. Gregory Meeksનું નિવેદન બંને દેશો વચ્ચેના સંબંધો જાળવી રાખવા પર ભાર મૂકે છે. ટેરિફ જેવા મુદ્દાઓ વાતચીત મારફતે ઉકેલવા જોઈએ. અને આ નિવેદન બંને દેશો વચ્ચે સન્માન અને લોકશાહી મૂલ્યોને જાળવી રાખવા મેસેજ આપે છે.






