USએ માની યુદ્ધવિરામની તમામ શરતો? જાણો ઈરાનની 10-પોઇન્ટ યોજનામાં શું સમાયેલું છે?
વોશિંગ્ટન/તેહરાન: મધ્ય પૂર્વના યુદ્ધમાં એકાએક મોટો વળાંક આવ્યો છે.

વોશિંગ્ટન/તેહરાન: મધ્ય પૂર્વના યુદ્ધમાં એકાએક મોટો વળાંક આવ્યો છે. નિર્ધારિત ડેડલાઇન (Deadline) ના માત્ર દોઢ કલાક પહેલા જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સીઝફાયરની જાહેરાત કરીને વિશ્વને ચોંકાવી દીધું છે. ટ્રમ્પના મતે, ઈરાન સાથેના તમામ વિવાદિત મુદ્દાઓ પર સહમતી બની ગઈ છે અને આગામી બે અઠવાડિયામાં આ સમજૂતીને આખરી ઓપ આપવામાં આવશે.
પાકિસ્તાન અને ચીનની મધ્યસ્થી
આ સીઝફાયર પાછળ પાકિસ્તાન અને ચીનની મહત્ત્વની ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે પાકિસ્તાની પીએમ શહેબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે ખાતરી આપી છે કે ઈરાન હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ખોલી દેશે. બીજી તરફ, ચીને પણ ઈરાનને 'લવચીક વલણ' (Flexibility) અપનાવવા વિનંતી કરી હતી, જેના કારણે સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ યુદ્ધવિરામને મંજૂરી આપી છે.
શું છે ઈરાનનો 10-સૂત્રીય પ્લાન? (Iran's 10-Point Plan)
ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી (Abbas Araghchi) એ સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા આ 10 શરતો માને, તો જ ઈરાન તેના ડિફેન્સિવ ઓપરેશન રોકશે:
-
અહિંસાની ખાતરી: ભવિષ્યમાં ઈરાન પર હુમલો ન કરવાની મજબૂત આંતરરાષ્ટ્રીય ગેરંટી.
-
હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ: આ માર્ગ પર ઈરાનનું જ પ્રભુત્વ રહેશે અને વિદેશી શક્તિઓ દબાણ કરી શકશે નહીં.
-
યુરેનિયમ સંવર્ધન (Uranium Enrichment): ઈરાનને યુરેનિયમ સંવર્ધન ચાલુ રાખવાની સ્વીકૃતિ આપવી.
-
પ્રાથમિક પ્રતિબંધો હટાવવા: ઈરાન પર લદાયેલા આર્થિક પ્રતિબંધોનો અંત.
-
ઈઝરાયેલ પર રોક: ઈઝરાયેલ દ્વારા કરવામાં આવતા હુમલાઓ તાત્કાલિક રોકવા.
-
UNSC પ્રસ્તાવનો અંત: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના તમામ વિરોધી પ્રસ્તાવો રદ કરવા.
-
બોર્ડ ઓફ ગવર્નર્સના પ્રસ્તાવોની સમાપ્તિ: પરમાણુ એજન્સીના તમામ કેસ બંધ કરવા.
-
યુદ્ધનું વળતર (Compensation): યુદ્ધમાં ઈરાનના બુનિયાદી માળખાને થયેલા નુકસાન માટે આર્થિક વળતર આપવું.
-
અમેરિકી દળોની વાપસી: ખાડી દેશોમાંથી અમેરિકી સૈન્ય મથકો (Military Bases) હટાવવા.
-
લેબનાન અને ગાઝામાં શાંતિ: હિઝબુલ્લાહ અને હમાસ સામેના તમામ મોરચે યુદ્ધવિરામ.
ટ્રમ્પનો દાવો: "અમે સૈન્ય લક્ષ્યો પ્રાપ્ત કર્યા"
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ સમજૂતીને અમેરિકાની જીત ગણાવી છે. તેમણે કહ્યું કે અમેરિકા તેના તમામ સૈન્ય ઉદ્દેશ્યો (Military Objectives) પ્રાપ્ત કરી ચૂક્યું છે. જોકે, ઈરાની મીડિયા મુજબ, આર્થિક તબાહી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થતા નુકસાનને ટાળવા માટે ઈરાને આ સમજૂતી સ્વીકારી છે.
મોજતબા ખામેનીએ યુદ્ધવિરામને મંજૂરી આપી
ઈરાને સત્તાવાર રીતે યુદ્ધવિરામ સ્વીકારી લીધો છે. અહેવાલો અનુસાર, સુપ્રીમ લીડર મોજતબા ખામનેઈ એ પોતે મંજૂરી આપી હતી. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ચીને છેલ્લી ઘડીએ હસ્તક્ષેપ કર્યો, ઈરાનને "લવચીકતા બતાવવા" વિનંતી કરી. ત્રણ ઈરાની અધિકારીઓએ આ નિર્ણયના મુખ્ય કારણો તરીકે આર્થિક વિનાશ અને માળખાગત સુવિધાઓને નુકસાન અંગે વધતી ચિંતાઓનો ઉલ્લેખ કર્યો. પાકિસ્તાને પ્રક્રિયામાં મધ્યસ્થી કરી, જ્યારે ચીને તેને અંતિમ સ્વરૂપ આપ્યું.








