માત્ર એક વખત ફી, નવા વિઝા પર જ નિયમ લાગુ થશે...ટ્રમ્પના નવા H-1B વિઝા નિયમો પર અમેરિકાની સ્પષ્ટતા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 19 સપ્ટેમ્બરે એક ઓર્ડર પર સહી કરી છે, જેની હેઠળ H-1B વિઝા ફી વધારીને 1 લાખ અમ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 19 સપ્ટેમ્બરે એક ઓર્ડર પર સહી કરી છે, જેની હેઠળ H-1B વિઝા ફી વધારીને 1 લાખ અમેરિકન ડૉલર એટલે કે આશરે 90 લાખ રૂપિયા કરવાની જોગવાઇ છે. ટ્રમ્પના આ પગલાથી અમેરિકામાં કામ કરનારા ભારતીય કર્મચારીઓ પર પ્રભાવ પડવાની આશંકા છે. આ વચ્ચે વ્હાઇટ હાઉસના એક અધિકારીએ સ્પષ્ટ કર્યું કે H-1B વિઝા માટે 1 લાખ અમેરિકન ડૉલરની ફી માત્ર નવા અરજદારો પર લાગુ થશે.
H-1B વિઝા શું છે?
H-1B વિઝા અમેરિકાના નોન-ઇમિગ્રન્ટ વર્ક વિઝા છે. આ વિઝા હેઠળ અમેરિકન કંપનીઓ વિદેશી કર્મચારીને કામ પર રાખી શકે છે. આ વિઝા વૈજ્ઞાનિક, સોફ્ટવેર એન્જીનિયર, પ્રોગ્રામર અને ટેકનિકલ જાણકારોને આપવામાં આવે છે. શરૂઆતમાં આ ત્રણ વર્ષ માટે માન્ય હોય છે અને બાદમાં તેને છ વર્ષ સુધી વધારી શકાય છે.
નવા નિયમ અને તારીખ
વ્હાઇટ હાઉસની પ્રેસ રિલીઝ અનુસાર 21 સપ્ટેમ્બર 2025થી H-1B વિઝા સાથે જાડોયેલા નવા નિયમ લાગુ થશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે હવે દરેક અરજદાર સાથે 1 લાખ અમેરિકન ડૉલરની ફી જરૂરી હશે. ફી જમા કર્યા વગર કરવામાં આવેલી અરજી રદ માનવામાં આવશે અને આવા કર્મચારીઓને અમેરિકામાં પ્રવેશ નહીં મળે.
ટેક કંપનીઓની પ્રતિક્રિયા
ટ્રમ્પની જાહેરાત બાદથી મોટી ટેક કંપનીઓએ તરત જ પ્રતિક્રિયા આપી છે. માઇક્રોસૉફ્ટે પોતાના કર્મચારીઓને અમેરિકામાં જ રહેવાની સલાહ આપી છે. એમેઝોન, મેટા અને ગૂગલની મૂળ કંપની અલ્ફાબેટે બહાર ગયેલા કર્મચારીઓને પરત ફરવા કહ્યું છે.
વિઝા નિયમોમાં બદલાવ પર ટ્રમ્પનો શું છે તર્ક?
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે H-1B વિઝાનો દુરઉપયોગ થઇ રહ્યો છે. કેટલીક આઉટસોર્સિગ કંપનીઓ તેના પર નિર્ભર છે અને આ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. કાયદા અમલીકરણ એજન્સીઓ હવે આ દુરુપયોગની તપાસ કરી રહી છે.
H-1B વિઝા પર નવા નિયમોમાં શું બદલાવ?
- આ એક વખતની ફી છે જે ફક્ત દરેક નવી H-1B વિઝા અરજી પર લાગુ થશે.
- આ નિયમ ફક્ત નવા વિઝા પર જ લાગુ થશે, હાલના વિઝા ધારકો અથવા તેમના રિન્યુઅલ પર નહીં થાય.
- આ નિયમ આગામી H-1B લોટરી ચક્રમાં પહેલી વાર લાગુ થશે.
- આ 2025 લોટરીના વિજેતાઓને અસર કરશે નહીં.
- જેમની પાસે પહેલાથી જ H-1B વિઝા છે અથવા જેમણે 2025 લોટરી જીતી લીધી છે તેમને ચિંતા કરવાનું કોઈ કારણ નથી.








