મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ટ્રમ્પનું વધુ એક જૂઠ્ઠાણું! ઈરાનના મજબૂત જવાબી હુમલાથી US પાછું પડ્યું, કોઈ વાર્તાલાપ થયો નથીઃ તેહરાન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મોટી જાહેરાત કરતા ઈરાન પર 5 દિવસ સુધી

ટ્રમ્પનું વધુ એક જૂઠ્ઠાણું! ઈરાનના મજબૂત જવાબી હુમલાથી US પાછું પડ્યું, કોઈ વાર્તાલાપ થયો નથીઃ તેહરાન
આ સમાચાર સાંભળો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મોટી જાહેરાત કરતા ઈરાન પર 5 દિવસ સુધી હુમલા રોકવાની વાત કરી. ટ્રમ્પે કહ્યું કે, તેમણે પોતાના યુદ્ધ વિભાગને આગામી 5 દિવસ સુધી તેહરાન પર હુમલો ન કરવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા બે દિવસથી ચોક્કસ વાર્તાલાપ થયો. ત્યારે બીજી તરફ ઈરાન ટ્રમ્પના દાવાને પીછેહઠ ગણાવી વાતચીત થયાની વાતને ફગાવી રહ્યું છે.

અમેરિકા સાથે કોઈ વાતચીત થઈ નથી: ઈરાન

ઈરાની સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે ઈરાને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરેલા વાતચીતના દાવાને નકારી કાઢ્યો છે. IRGC સાથે સંબંધ ધરાવતી ઈરાની મીડિયાનું કહેવું છે કે ટ્રમ્પ સાથે કોઈ વાતચીત થઈ નથી, જે બાદ દાવો કર્યો કે ટ્રમ્પ ઈરાનના વળતાં પ્રહારથી ડરીને પાછળ હટી ગયા છે.ઈરાનનું કહેવું છે કે ટ્રમ્પની ધમકી છતાં તેહરાન દ્વાાર મજબૂત પલટવાર કરવાની ચેતવણી આપવામાં આવી હતી. ટ્રમ્પ સમજી ગયા કે ઈરાનના ઈરાદા મજબૂત છે, તે ભીષણ પલટવાર કરશે... એટલા માટે તે પોતાના અલ્ટિમેટમવાળા નિવેદનથી પાછા હટી ગયા. ઈરાની મીડિયા મુજબ તેહરાને કહ્યું કે, તેમની ટ્રમ્પ સાથે કોઈ વાત થઈ નથી. 

ટ્રમ્પે 48 કલાકમાં ઈરાન પર મોટો હુમલો કરવાની આપી હતી ધમકી 
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે  અગાઉ ઈરાનને ગંભીર ધમકી આપતા કહ્યું હતું કે, જો ઈરાન આગામી 48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલશે નહીં, તો અમેરિકા તેહરાન પર વિનાશક હુમલો કરશે. અમેરિકાએ સંકેત આપ્યો હતો કે, આવા હુમલામાં અમેરિકન દળો ઈરાનના પાવર ગ્રીડ અને પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવશે. ટ્રમ્પની આ ધમકીના જવાબમાં ઈરાને જાહેરાત કરી હતી કે, જો અમેરિકા આવું કરશે તો તેહરાન અમેરિકાના સમગ્ર પાવર નેટવર્કને તોડી પાડશે. બીજા શબ્દોમાં કહીએ તો, ઈરાને સમગ્ર મધ્ય પૂર્વમાં યુએસ પાવર ઇન્સ્ટોલેશનને નિશાન બનાવવાની મોટી ધમકી આપી હતી. ઈરાને દાવો કર્યો છે કે, ટ્રમ્પ તેહરાન તરફથી આ કડક બદલાના ડરથી પીછેહઠ કરી રહ્યા છે - જોકે બંને પક્ષો વચ્ચે કોઈ વાટાઘાટો થઈ નથી.

શૈતાનની એક વધુ હાર: ઈરાની નેતા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 'શાંતિ મંત્રણા'ના દાવા પર ઈરાને સનસનીખેજ વળાંક આપ્યો છે. ઈરાનની સરકારી ન્યૂઝ ચેનલે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ જ સંપર્ક થયો નથી. અમારા વળતા પ્રહારના ડરના કારણે અમેરિકાએ પીછેહઠ કરી છે. ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા તેમજ વિદેશ નીતિ આયોગના પ્રવક્તા ઇબ્રાહીમ રેજાઈએ કહ્યું કે યુદ્ધ યથાવત્ છે, શૈતાનની એક વધુ હાર, ટ્રમ્પ અને સંયુક્ત રાજ્ય અમેરિકા ફરી એક વખત હારી ગયું છે.

ઈરાન પર હુમલા નહીં કરે અમેરિકા: ટ્રમ્પ

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ઈરાન સાથે ચાલી રહેલી ઊંડી અને વિગતવાર ચર્ચાને ધ્યાનમાં રાખીને, મેં ડિપાર્ટમેન્ટ ઑફ વોરને સૂચના આપી છે કે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થનારા તમામ સૈન્ય હુમલાઓને આગામી 5 દિવસ માટે મોકૂફ રાખવામાં આવે.  હવે આ વાતચીત આખા અઠવાડિયા દરમિયાન ચાલુ રહેશે.

શાંતિ માટેનો નવો માર્ગ? 

ટ્રમ્પના આ આદેશથી હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલું યુદ્ધનું વાતાવરણ અત્યારે શાંત પડ્યું છે. જો આ મંત્રણા સફળ રહેશે તો આગામી દિવસોમાં યુદ્ધનો કાયમી ઉકેલ આવી શકે છે. ટ્રમ્પે આ મંત્રણાને 'કન્સ્ટ્રક્ટિવ' ગણાવી છે, જે દર્શાવે છે કે બંને પક્ષો કોઈ સમજૂતી પર પહોંચી શકે છે.

આ સમાચાર શેર કરો